Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020

દેશના ખુણે-ખુણા સુધી ઇન્‍ટરનેટ કનેક્‍ટીવિટી પહોંચાડવા કેન્‍દ્ર સકારની યોજનાફ રજીસ્‍ટ્રેશન વગર ઇન્‍ટરનેટ સુવિધા મળશે

નવી દિલ્હી : સરકારની યોજના દેશમાં મોટાપાયે Wi-Fi નેટવર્ક તૈયાર કરવાની છે. જેનું નામ PM-Wani હશે. ખાસ વાત એ છે કે, આ પબ્લિક Wi-Fiનો ઉપયોગ કોઈ પણ કરી શકશે. આ માટે તેણે કોઈ રજિસ્ટ્રેશન કે ફી નહીં ચૂકવવી પડે.

આ અંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, કેબિનેટમાં PM-Wi-Fi Access Network Interface લૉન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે દેશમાં પબ્લિક ડેટા સેન્ટર ખોલવામાં આવશે. આ માટે કોઈ લાઈસન્સ, ફી કે રજિસ્ટ્રેશનની જરૂર નહી રહે.

કેવી રીતે કામ કરશે નેટવર્ક?

આ યોજના અંતર્ગત સરકાર દેશના ખુણે-ખુણા સુધી ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવામાં માંગે છે. જેની શરૂઆત ચાની કિટલી અને સ્થાનિક કરિયાણા સ્ટોર્સ સાથે થશે. એટલે કે, કોઈ પણ પ્રકારના બિઝનેશ કરનારા લોકો એરટેલ, જિયો કે અન્ય કોઈ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (ISP)ની સર્વિસ લઈ શકે છે અને પોતાની જગ્યામાં પબ્લિક Wi-FI નેટવર્કની સુવિધા શરૂ કરાવી શકે છે. એવામાં જો કોઈ પણ વ્યક્તિ તેમની દુકાન કે ધંધાના સ્થળ પર આવે છે, તો તે આ Wi-FIનો ઉપયોગ કરી શકશે.

આ નેટવર્કને તૈયાર કરવા, મેનેટેન કરવા, તેની સાથે સંકળાયેલી ફરિયાદો માટે અને સબ્સ્ક્રાઈબર્સને બ્રોડબેન્ડ સર્વિસની ડિલિવરી માટે એક પબ્લિક ડેટા ઑફિસ (PDO) હશે. વાઈફાઈ નેટવર્ક માટે એક એપ પણ તૈયાર કરવામાં આવશે, જેનો ઉપયોગ યુઝર રજિસ્ટ્રેશન, નજીકના વિસ્તારમાં વાઈફાઈ નેટવર્ક સર્ચ કરવા અને ઈન્ટરનેટના ઉપયોગ કરવા માટે Network Name દર્શાવવામાં થશે.

સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, પબ્લિક વાઈફાઈ નેટવર્ક ડેવલપ કરવાથી માત્ર નવા રોજગાર પેદા થશે એવું નથી, પરંતુ નાના અને મધ્યમ વેપારીઓની આવક પણ વધશે અને પરિણામે દેશની GDPમાં ગ્રોથ મળશે.

(4:31 pm IST)