Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

હવે અમેરીકા લઈ જવાશે : અત્યંત નાજૂક સ્થિતિ

પાકિસ્તાન પછી લંડનના ડૉકટરોએ હાથ ખંખેરી નાખ્યા : દવાઓના સહારે જીવતા નવાઝ શરીફ

ઈસ્લામાબાદ,તા.૧૦: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાંબા સમયથી બિમાર છે. તેમને વધુ સારવાર અર્થે આગામી ૧૬ ડિસેમ્બરના રોજ અમેરિકા લઈ જવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યાનુસાર તેમની હાલત અત્યંત નાજુક છે અને તેઓ હવે દુઆના સહારે છે. પાકિસ્તાનના ડોકટરો દ્વારા હાથ ઊંચા કરી લીધા બાદ તેમને સરકારની વિશેષ મંજુરી સાથે સારવાર અર્થે લંડન લઈ જવાયા હતા. નવાઝ શરીફ ૨૦ નવેમ્બરથી લંડનમાં તેમના પુત્ર હસન નવાઝ સાથે છે. પરંતુ હવે લંડનના ડોકટરોના હાથમાં પણ નવાઝનું જીવન રહ્યું નથી.

ઈમ્યુન સિસ્ટમ ડિસ-ઓર્ડરના નવાઝ શરીફના પ્લેટલેટ્સ કાઉન્ટ દ્યટી ગયા છે. શરીફની આ બિમારીનો ઈલાજ લંડનમાં પણ શકય ન હોવાથી તેમને અમેરિકા લઈ જવામાં આવશે તેવી શકયતાઓ છે.

(3:44 pm IST)