Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

૩૮ લોકો સાથે લશ્કરી વિમાન ગુમઃ એલર્ટ

ચિલીમાં એક સૈન્ય વિમાન ગૂમ થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ વિમાનમાં ૩૮ લોકો સવાર હતા. આ અંગેની જાણકારી વાયુસેના દ્વારા આપવામાં આવી છે. જો કે હજુ વિમાન ગુમ થયાને લઇને વધુ જાણકારી સામે આવી નથી.  ચિલી વાયુસેનાનું માલવાહક વિમાન ગાયબ, એન્ટાર્ટિકા પાસે ગાયબ થયું વિમાન, ચિલીના વિમાં કુલ ૩૮ લોકો હતા સવાર જેને લઇને સેના દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વિમાનની શોધખોળ તેમજ બચાવદળને સક્રિય કરી દેવામાં આવ્યાં છે. C-૧૩૦ હરકિયલસ દ્વારા ૧૭ ચાલક દળના સભ્યો અને ૨૧ યાત્રિઓ સવાર હતા . વિમાન સાંજે ૪.૫૫ વાગે ઉડાન ભરી હતી. પંટા એરેનાસના દક્ષિણ શહેરથી જે સેન્ટિયાગોની રાજધાનીથી ૩,૦૦૦ કિલોમીટર (૧,૮૬૦ મીલ) થી વધારે છે. જો કે એક અહેવાલ મુજબ આ વિમાન સાથે ૬.૧૩ વાગે સંપર્ક તૂટી ગયો હતો.

 ઉલ્લેખનીય છે કે આ અગાઉ પર આવી અનેક દ્યટનાઓ બની ગઇ છે, જયારે વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઇ ગયું. પછી તે મલેશિયાની દ્યટના હોય કે ઇન્ડોનેશિયાની દ્યટના હોય.

આ વર્ષે ભારતીય વાયુસેનાનું પણ એક વિમાન A-૩૨ રહસ્યમય રીતે ગુમ થઇ ગયું હતું, જૂનના આસામમાં જોરહાટ એરબેઝ પરથી ઉડાન ભર્યા બાદ અરૂણાચરલની મેનચુકા એરફિલ્ડમાં વિમાન સાથે સંપર્ક તુટી ગયો હતો. આ વિમાનમાં ૧૩ લોકો સવાર હતા.

(1:12 pm IST)