Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

કાલથી જબલપુરમાં આંતરરાષ્ટ્રીય ઓશો મહોત્સવ

મધ્યપ્રદેશ સરકાર દ્વારા આચાર્ય પૂ.રજનીશજીનાં જન્મદિવસ નિમિતે ભવ્ય આયોજન : દેશ-વિદેશથી અનુયાયીઓ ઉમટશે : દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ તા.૧૦ : મધ્યપ્રદેશ સરકાર દ્વારા આચાર્ય શ્રી રજનીશની કર્મભૂમિ જબલપુરમાં તેમના જન્મદિવસ નિમિતે કાલે તા.૧૧ ડિસેમ્બરથી ૩ દિવસીય આંતરરાષ્ટ્રીય ઓશો મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેની તૈયારી માટે કલેકટર ઓફીસમાં અધિકારીઓ અને ઓશોના આનુયાયીઓની બેઠક મળી હતી.

કલેકટર ભરત યાદવની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ ઓશો મહોત્સવ વિશેની માહિતી જબલપુરના ખ્યાતીબેને આપી હતી અને ઓશો મહોત્સવનું ભવ્ય અને ગરિમાપુર્ણ આયોજન કરાયુ છે તેમ જણાવ્યુ હતુ.

જબલપુરમાં રાજય સરકારના આધ્યાત્મિક વિભાગ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર અને જબલપુર પ્રવાસન વિભાગ કાઉન્સીલના સહયોગથી તરંગ ઓડીટોરીયમમાં કરવામાં આવશે.

રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં દેશવિદેશથી મોટી સંખ્યામાં ઓશો અનુયાયીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ખ્યાતનામ સાહિત્યકારો, કથાકારો, સંગીતકારો, પટકથાના લેખકો, ફિલ્મ નિર્માતાઓ અને નિર્દેશકો તથા કવિઓ ઓશોના વિચારો આધારિત ગોષ્ઠીમાં જોડાશે.

ઓશો મહોત્સવ દરમિયાન તરંગ ઓડીટોરીયમની નજીક એમપીઇબીના પાંડુતાલ મેદાનમાં દરરોજ સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

કલેકટર ભરત યાદવે જણાવ્યું કે, જબલપુરમાં આવનારા અતિથિઓ માટે રહેવાની અને જમવાની તથા આવવાની જવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઓશો મહોત્સવમાં એૈતિહાસિક અને પર્યટન સ્થળોને પણ સાથે જોડવાની આવશ્યકતા હોવાનુ જણાવ્યુ હતુ.

તેઓએ વધુમાં જણાવ્યું કે, ઓશો મહોત્સવ સ્થળની આસપાસ સફાઇ, પીવાનુ પાણી, લાઇટ અને સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને વ્યાપક પ્રમાણમાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે.

કલેકટર ભરત યાદવે ઓશો અનુયાયીઓને તંત્રના અધિકારીઓ સાથે  સંપર્કમાં રહેવા અપીલ કરી છે. દેશ વિદેશમાંથી આવતા ઓશો અનુયાયીઓ, ખ્યાતનામ કલાકારો અને વિશેષ વ્યકિતઓને કઇ જગ્યાએ આવાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવશે.

જબલપુરના ઓશો અનુયાયીઓને સ્વાગત, આવન જાવન, ભોજન, રહેઠાણ સહિતની વ્યવસ્થા મો અલગ અલગ સમિતિઓ પણ  બનાવવામાં આવી છે. આ બેઠકમાં જીલ્લા પંચાયતના સીઇઓ પ્રિયંકા મિશ્રા, અધિક કલેકટર હર્ષ દીક્ષીત, પોલીસ અધિક્ષક રાજેશ ત્રિપાઠી, નગર નિગમના રોહિત કૌશલ, જેટીપીસીના મુખ્ય કાર્યપાલક અધિકારી હેમંતસિંહ અને જબલપુર હોટલ એશોસિએશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુભાષઘાઇની અધ્યક્ષતામાં ફિલ્મ ફેસ્ટીવલ : જબલપુરના યુવા પ્રોફેસરની આધ્યાત્મિકતાની ગાથા 'ક્રાંતિ'ના રૂપમાં પ્રસરી

રાજકોટ તા.૧૦ : કાલથી શરૂ થતા આંતરરાષ્ટ્રીય ઓશો મહોત્સવમાં ફિલ્મ નિર્દેષક સુભાષ ઘાઇની અધ્યક્ષતામાં ફિલ્મ ફેસ્ટીવલનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.આ અંગે જીટીપીસીએલના સીઇઓ હેમંતસિંહે જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા ઓશો મહોત્સવનું આયોજન કરાયુ છે તે એક આવકારદાયક પહેલ છે. ર હજાર ઓશો પ્રેમીઓ, ભકતો આવશે. ઓશો મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાશે.

જબલપુરના એક યુવા પ્રોફેસર કેવી રીતે રાયપુર, દિલ્હી, મુંબઇ થઇને અમેરિકા પહોંચ્યા ? જોતજોતામાં એક અલગ  શહેર રજનીશપુરમનું નિર્માણ કર્યુ.

તેમના આધ્યાત્મિક વિચારો એટલા બધા અસર કર્તા હતા કે ભારતમાંથી શરૂ થયેલી આધ્યાત્મિકતા તરફથી ગાથા અમેરિકામાં પહોચીને ક્રાંતિમાં રૂપમાં પહોચી ગઇ હતી.પૂ.રજનીશજીના જન્મસ્થળ જબલપુરમાં ઓશો મહોત્સવના આયોજનને ઐતિહાસિક બનાવવા તડામાર તૈયારી થઇ રહી છે.

(11:52 am IST)