Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

લ્યો બોલો...BSEના ૬૭% લિસ્ટેડ શેર્સ ડુંગળી કરતાં સસ્તાઃ કયા શેર્સ ડુંગળીથી સસ્તા?

BSE-૧૦૦ શેર્સમાં ૧પ શેર્સનો ભાવ રૂ. ૧૪૦ ની નીચેઃ BSEમાં સક્રિય ટ્રેડીંગવાળા રર૧૩ માંથી ૧૪૮૮ શેર્સનો ભાવ રૂ. ૧૪૦ ની નીચે

મુંબઇ તા. ૧૦ :.. છેલ્લા કેટલાક સમયના ભાવ વધારા પછી ડુંગળીનો ભાવ બીએસઇ ના ૬૭ ટકા લીસ્ટેડ શેર્સના બજાર ભવ કરતાં મોંઘો છે. કેટલાંક શહેરોમાં ડુંગળીના ભવ પ્રતિ કિગ્રા રૂ. ૧૪૦ ને સ્પર્શ્યા છે. બેંગલુરુમાં સોમવારે ડુંગળી રૂ. ર૦૦ થઇ હતી. દલાલ સ્ટ્રીટ પર ડંુગળી જેટલો જ અથવા તેનાથી પણ ઓછો ભાવ ધરાવતા ઘણા શેર્સ છે, પણ વિવિધ સેકટર્સમાં મોટી વેચવાલીને કારણે રોકાણકરો આવા શેર્સ ખરીદવામાં સાવચેત બન્યા છે.

 

મોટા ભાગનાં શહેરોમાં ડુંગળીનો ભાવ રૂ. ૧૦૦ ને વટાવી ગયો છે. અને શુક્રવારે ગ્રાહક બાબતોના મંત્રાલયના સત્તાવાર આંકડા પ્રમાણે કેટલાંક શહેરોમાં તે રૂ. ૧૪૦ ના સ્તરે પહોંચ્યો હતો. જેની તુલનામં બીએસઇ પર સક્રિય ટ્રેડીંગવાળા ર,ર૧૩ શેર્સમાંથી રૂ. ૧,૪૮૮ શેર્સનો ભાવ રૂ. ૧૪૦ નીચે છે. આવા શેર્સમાં ગર્વ ઇન્ડસ્ટ્રીઝ જેવા પેની શેર્સથી માંડી અદાણી ગ્રીન એનર્જી, એ. એન્ડ બી. ફેબકોન, કવિત ઇન્ડસ્ટ્રીઝ, સોનલ મર્કન્ટાઇલ, સીએચડી કેમિકલ્સ, ક્રિષ્ના વેન્ચર્સ, રિફેકસ ઇન્ડસ્ટ્રીઝ, સન્મિત ઇન્ફ્રા, બીઆઇએલ એનર્જી, ડેલ્ટન કેબલ્સ, જમ્પ નેટવર્ક, કપાશી કોમર્શિયલ અને તાન્લા સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. આ શેર્સનો ભાવ ર૦૧૯ માં બમણો થઇ ચૂકયો છે. બીએસઇ -૧૦૦ શેર્સમાં ૧પ શેર્સનો ભાવા ૧ કિગ્રા ડુંગળી કરતાં ઓછો છે. જેમાં બીઇએલ, ટાટા પાવર, યસ બેન્ક, પીએનબી, ગેઇલ અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. બીએસઇ-પ૦૦ ઇન્ડેકસમાં આદિત્ય બિરલા કેપિટલ, અલ્હાબાદ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડીયા, એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસિસ, આઇઇએલ, ઇકિવટાસ હોલ્ડિંગ્સ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ,  ફોર્ટિસ હેલ્થકેર, આઇઓસી, ઇન્ડીયન ઓવરસીસ બેન્ક, ઇન્ડિયાબુલ્સ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ અને આઇડીબીઆઇ બેન્ક સહિતની ૧૪૦ કંપનીનો ભાવ પ ડીસેમ્બરના રોજ રૂ. ૧૪૦ નીચે હતો.

બીએસઇ-પ૦૦ માં સામેલ શેર્સનું માર્કેટ -કપ બીએસઇના કુલ માર્કેટ કેપના ૯પ ટકા છે. એનાલિસ્ટ્રસ કેટલાક શેર્સ પર બુલિશ છે. જેમ કે, એકિસસ સિકયોરીટીઝે રૂ. ૧૦૦ ના ટાર્ગેટ સાથે ફેડરલ બેન્કને ખરીદવાની ભલામણ કરી છે. શેર ૯ ડીસેમ્બરના રોજ રૂ.  ૮૪ ના સ્તરે હતો. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસે અશોક લેલેન્ડને 'બાય' રેટીંગ સાથે રૂ. ૯પ નો પ્રાઇસ ટાર્ગેટ આપ્યો છે. (પ-૩)

કયાં શેર્સ ડુંગળી કરતાં સસ્તા

- એકિસસ સિકયોરીટીઝે રૂ. ૧૦૦ના ટાર્ગેટ સાથે ફેડરલ બેન્કને ખરીદવાની ભલામણ કરી, સોમવારે શેર રૂ. ૮૪ હતો.

- મોતીલાલ ઓસ્વાલ ફાઇનન્શિયલ સર્વિસિસે અશોક લેલેન્ડને 'બાય' રેટિંગ સાથે રૂ. ૯પ નો પ્રાઇસ ટાર્ગેટ, આપ્યો છે. શેર સોમવારે રૂ. ૭૮ ની આસપાસ હતો.

-  એમ્કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસ એનટીપીસી પર બુલિશ છે.  સોમવારના રૂ. ૧૧રના ભાવ સામે બ્રોકરેજનો શેર માટે પ્રાઇસ ટાર્ગેટ રૂ. ૧૪૬ છે

(11:51 am IST)
  • બંધારણના આર્ટિકલ ૩૭૦ રદ કરવાની જોગવાઇને પડકારતી અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 11:36 am IST

  • જીજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા ખરડાની નકલ સળગાવી : સ્ટેચ્યુ સબંધી ઓથોરીટી રચવાનો કાયદો આદિવાસીઓની જમીન પડાવવા માટેનો હોવાનો આક્ષેપ : કાળો કાયદો ગણાવી વિધાનસભા સંકુલમાં અપક્ષ ધારાસભ્યએ કાંડી ચાંપી access_time 4:19 pm IST

  • જીએસટી કાઉન્સીલે નિયુકત કરેલા રેવન્યુ બાબતના ઓફીસરોની એક મહત્વની બેઠક અત્યારે સાંજે પૂરી થઇ જેમાં આ અધિકારીઓએ ૫% જીએસટીનો સ્લેબ વધારીને ૮ % કરવાનો અને ૧૨ % જીએસટીનો સ્લેબ વધારીને ૧૫ ટકા કરવાની ભલામણ કરી છે (ન્યુઝ ફર્સ્ટ દ્વારા) access_time 5:27 pm IST