Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં એશ-અભિષેક અને શાહરુખ -ગૌરીએ કર્યું ધમાકેદાર પરફોર્મ : પ્રિ - વેડિંગ ફંકશન્સમાં ડાન્સમાં મચાવી ધમાલ

મુંબઈ :દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પિરામલ ગૃપના વારસદાર આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેની પ્રિ-વેડિંગ પાર્ટીમાં પરિવારનાં મહેમાનોની સાથે કહી શકાય કે આખુ બોલિવૂડ પહોંચી ગયું છે

સંગીત સેરેમનીને ખાસ બનાવવા માટે અભિશેક અને ઐશ્વર્યાએ ઘણાં સમય પછી સ્ટેજ પર ડાન્સ કર્યો છે. તેમની સાથે શાહરૂખ ખાનની સાથે પત્ની ગૌરી ખાને પણ ડાન્સ પર ધમાલ મચાવી હતી.
  
શાહી સમારોહ શનિવારે ઉદેપુરમાં થયો હતો જેમાં બોલિવૂડમાંથી શાહરૂખ ખાન, કેટરીના કૈફ, અભિષેક બચ્ચન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય પણ આવ્યાં હતાં

   પ્રસંગે ઐશ્વર્યા અને અભિષેક પોતાની ફિલ્મ ગુરૂનાં ગીત પર પર્ફોર્મ કર્યું હતું. ઐશ્વર્યા ગુલાબી ચળિયાચોળીમાં દેખાઇ જ્યારે અભિષેક બચ્ચને શેરવાની પહેરી હતી.

   જોડી ઉપરાંત કિંગ ખાન એટલે શાહરૂખ ખાનનાં ડાન્સની પણ ઘણી તસવીરો શેર થઇ રહી છે. શાહરૂખે પત્ની ગૌરીની સાથે સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું.

  શાહરૂખ અંબાણીનાં જૂના મિત્રોમાંથી એક છે.

   ઈશાના લગ્ન અંબાણી પરિવારના એન્ટિલિયા હાઉસમાં યોજાશે. પહેલા ઉદેપુરમાં ત્રણ દિવસ પ્રિ - વેડિંગ ફંકશન્સ યોજાઇ રહ્યું છે. અંબાણી પરિવારે ત્રણ દિવસ માટે ઉદેપુરની તમામ ફાઈવ સ્ટાર હોટેલો મહેમાનો માટે બુક કરાવી લીધી છે.

(12:48 am IST)