Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

સેંસેક્સમાં રેકોર્ડ કડાકા....

૨૦૧૫માં ૧૬૨૫ પોઇન્ટનો સૌથી મોટો કડાકો

મુંબઈ, તા. ૧૦ : શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. જુદા જુદા પરિબળોની સીધી અસર શેરબજાર ઉપર થઈ હતી અને બ્લેક મન્ડેની સ્થિતિ જોવા મળી હતી. બેન્ચમાર્ક ઈન્ડેક્ષ બે ટકાથી પણ વધુ ઘટી જતા મૂડી રોકાણકારોએ જંગી નાણાં એક જ દિવસમાં ગુમાવી દીધા હતા. વૈશ્વિક બજારમાં વેચવાલી અને વિધાનસભા ચુંટણીના પરિણામને લઈને અનિશ્ચિતતાના માહોલ વચ્ચે શેરબજાર કડડભૂસ થયું હતું. શેરબજારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધાયેલા મોટા ઘટાડાનું ચિત્ર નીચે મુજબ છે.

*    ૨૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ૧૬૨૫ પોઇન્ટનો ઘટાટો

*    ૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૧૪૦૮ પોઇન્ટનો ઘટાડો

*    ૨૪મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૧૦૭૧ પોઇન્ટનો ઘટાડો

*    ૧૭મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૫૧ પોઇન્ટનો ઘટાડો

*    ત્રીજી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૦૧ પોઇન્ટનો ઘટાડો

*    ૨૨મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૮૭૫ પોઇન્ટનો ઘટાડો

*    છઠ્ઠી જુલાઈ ૨૦૦૯ના દિવસે ૮૭૦ પોઇન્ટનો ઘટાડો

*    છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ૮૫૫ પોઇન્ટનો ઘટાડો

*    બીજી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે ૮૪૦ પોઇન્ટનો ઘટાડો

*    ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે ૮૩૪ પોઇન્ટનો ઘટાડો

*    ૧૮મી મે ૨૦૦૬ના દિવસે ૮૨૬ પોઇન્ટનો ઘટાડો

*    ૧૧મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો

*    ૪થી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૮૦૬ પોઇન્ટનો ઘટાડો

*    ૧૦મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૮૦૧ પોઇન્ટનો ઘટાડો

*    ૧૩મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૭૧ પોઇન્ટનો ઘટાડો

*    ૧૭મી ડિસેમ્બર ૨૦૦૭ના દિવસે ૭૬૯ પોઇન્ટનો ઘટાડો

*    ૧૬મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે ૭૭૦ પોઇન્ટનો ઘટાડો

*    ૭મી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે ૭૪૯ પોઇન્ટનો ઘટાડો

*    ૩૧મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૨૬ પોઇન્ટનો ઘટાડો

*    ૧૦મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે ૭૧૪ પોઈન્ટનો ઘટાડો

(8:12 pm IST)