Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ભારતીય રેલવે દ્વારા ધાર્મિક સ્‍થળોના પ્રવાસ માટે ટ્રેનની સુવિધા

નવી દિલ્હી : ભારતીય રેલવે માટે ધાર્મિક યાત્રાઓ માટે સ્પેશિયલ ટ્રેન આવકનો નવો સ્ત્રોત બની શકે છે. શનિવારે રેલવેએ નવી બુદ્ધિસ્ટ તીર્થના દર્શન કરાવવાવાળી ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી છે. આ ટ્રેન દ્વારા મુસાફરોને બોદ્ધ ધર્મના મહત્વપૂર્ણ સ્થળો જેવા કે, બોદ્ધગયા, રાજગીર, વારાણસી (સારનાથ) લુમ્બિની, કુશીનગર અને શ્રાવસ્તીની સૈર કરાવવામાં આવશે. આ ટ્રેનથી સફરનો અંત આગરામાં તાજમહેલના દર્શન સાથે થશે. જણાવી દઈએ કે બૌદ્ધ ધર્મના સ્થળોના પ્રવાસ કરાવનારી ટ્રેન રામાયણ એક્સપ્રેસ અને સિનિયર સિટિઝન તીર્થ યાત્રા યોજના ટ્રેનના કેટલાક દિવસો પછી શરુ કરવામાં આવી છે.

IRCTC તરફથી બુદ્ધિસ્ટ ટુરિઝમ પેકેજ પહેલાથી જ ઉપલબ્ધ હતું, પણ મોટાભાગના લોકો તેના માટે નિયમિત રાજધાની ટ્રેનનો પ્રયોગ કરવાનું પસંદ કરતા હતા. પાછલા કેટલાક દિવસોમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વૃદ્ધિ થયા પછી રેલવેએ બૌદ્ધિ તીર્થયાત્રિઓ માટે આ નિયમિત ટ્રેન જ ડેડિકેટ કરી છે.

બુદ્ધિસ્ટ સર્કિટ ટ્રેનમાં 4 ફર્સ્ટ ક્લાસ અને 2 AC સેકન્ડ ક્લાસ કોચ છે. ટ્રેનમાં 2 ટાઈનિંગ કાર અને એક સ્ટાફ કાર સાથે 2 પાવર કાર પણ છે. આ સંપૂર્ણ યાત્રા માટે ટિકિટની કિંમત 67,000 રુપિયા રાખવામાં આવી છે. ડાયનિંગ કોટમાં માઈક્રોવેવ, ટ્રેનમાં ગીઝર અને પર્સનલ લોકર જેવી સુવિધાઓ છે. વિદેશી યાત્રીઓની સંખ્યાને જોતા ટ્રેનની ટિકિટ ઘણી મોંઘી છે.

રામાયણ એક્સપ્રેસ પણ છે વિકલ્પ

રામાયણ એક્સપ્રેસ તેની એક સરખામણીમાં સસ્તી છે અને તેનું પેકેજ 15,120થી શરુ થઈ રહ્યું છે. આ પેકેજમાં જવાનું અને રહેવાની સુવિધાઓ પણ છે. રામાયણ એક્સપ્રેસમાં ઓછી કિંમતમાં મળનારી સુવિધાઓ સારી હોવાથી પેસેન્જર ક્લાસમાં મુસાફરી કરનારા યાત્રીઓ પણ તેમાં સફર કરી શકે છે.

(5:05 pm IST)