Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ઉદયપુરમાં સંગીત સેરેમનીમાં અનંત અંબાણી માટે બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો સલમાન ખાન

 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પહેલા ઉદયપુરમાં સંગીત સેરેમની યોજાઈ છે .

  ઈશાની સંગીત સેરેમનીમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, કૈટરીના કૈફ, ઐશ્વર્યા રાય બચ્ચન સહિત અનેક સ્ટાર્સે પરફોર્મ કર્યું હતું. આ સેરેમનીનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં સલમાન ખાન મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણીની સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે.

 આ વીડિયો સલમાન ખાનને કારણે વાઈરલ થઈ રહ્યો છે. કારણ કે તેમાં તે અનંત અંબાણીની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો છે. અનંત શાહરૂખનું કુછ કુછ હોતા ફિલ્મનું ગીત કોઈ મિલ ગયા પર પરફોર્મ કર્યુ હતું. 

  આ સમારોહમાં બોલિવુડના તમામ દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ, કૈટરીના કૈફ, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય, કરણ જોહર, સલમાન ખાન, પરિણીતી ચોપરા, અનિલ કપૂર તેની પત્ની સુનીતા, બોની કપૂર, જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર, સિદ્ધાર્થ રોય કપૂર અને પત્ની વિદ્યા બાલન, જોન અબ્રાહમ અને પત્ની પ્રિયા રુંચલ, રોની સ્ક્રુવાલા અને પત્ની જરીન, કરિશ્મા કપૂર, વરુણ ધવન વગેરે સામેલ થયા છે. 

(10:03 pm IST)
  • ધુળેમાં ભાજપ આગળ : અહમદનગરમાં ભાજપ ખુબ પાછળ છે : મહારાષ્ટ્રની નગરપાલીકા ચુંટણીઓ :મહારાષ્ટ્રના ધુલે અને અહમદનગર મહાનગરપાલીકાની ચુંટણીનું પરિણામઃ ધુળેમાં ભાજપ ૩૭ બેઠકો પર આગળઃ કોંગ્રેસ અને એસીપી ૨૮ બેઠકો પર આગળઃ અહમદનગરમાં ભાજપ સૌથી પાછળઃ કોંગ્રેસ અને એનસીપી ૨૫ બેઠકો પર આગળઃ શિવસેના ૧૮ જયારે ભાજપ ૧૭ બેઠકો પર આગળ access_time 3:35 pm IST

  • એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના કર્મીઓની ત્રણ દિવસની ભૂખ હડતાળની ચીમકી:દેશના ૬ એરપોર્ટનું ખાનગીકરણના નિર્ણયનો વિરોધ :અમદાવાદ એરપોર્ટ પર ત્રણ દિવસ સુધી ભૂખ હડતાળ કરશે access_time 9:53 pm IST

  • ગાંધીનગર :વનવિભાગના વનરક્ષક વર્ગ-૩ની ૨૩ ડિસેમ્બરે યોજાનારી લેખિત પરીક્ષા મોકૂફ :અંદાજિત ૩૩૪ જગ્યા માટે પરીક્ષા યોજાવાની હતી:પરીક્ષાની નવી તારીખ આગામી દિવસમાં જાહેર કરાશે access_time 9:55 pm IST