Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પહેલા ચંદ્રબાબુએ વિપક્ષની બેઠક બોલાવી

બેઠકમાં મહાગઠબંધનની એકતા અંગે ચર્ચા

નવી દિલ્હી :પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ વિપક્ષની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહાગઠબંધનની એકતા અંગે ચર્ચા થવાની છે.

   બેઠકમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસી અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા, પંજાબ અન કેરળના મુખ્ય પ્રધાન, પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ડાબેરી નેતા અને આરજેડીના તેજસ્વી યાદવ સહિતના નેતાઓ હાજર રહેવાના છે.

(1:22 pm IST)