Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

કેન્દ્ર સરકાર ખોટી રીતે મને અને મારા પરિવારને ડરાવવા કરે છે કોશિશ :રોબર્ટ વાડ્રા

મોદી સરકારને મારા વિરૂદ્ધ એકપણ પુરાવા મળે તો મને જેલમાં પુરી દેવામાં આવે.

નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ડ વાડ્રાએ ભાજપ પર ડરાવવા દરોડા પાડવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે. સંરક્ષણ ડીલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વાડ્રાનો સંબંધ હથિયારના વેપારી સંજય ભંડારી સાથે છ

  વાડ્રાએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર ખોટી રીતે મને અને મારા પરિવારને ડરાવવાની કોશિશ કરી રહી છે મને અને મારી પત્ની અને મારા પુત્રને માનસિક રીતે હતાશ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભાજપ સત્તાનો દુરઉપયોગ કરીને ડરાવવા અને ધમકાવવાનું કામ કરી રહી છે

  વાડ્રાએ વધુમાં કહ્યુ કે, હું એક પાર્ટીના અધ્યક્ષનો જમાઈ છે. મોદી સરકારને મારા વિરૂદ્ધ એકપણ પુરાવા મળે તો મને જેલમાં પુરી દેવામાં આવ અત્રે ઉલ્લેખનીય છે કે વાડ્રાએ આ પ્રકારના નિવેદન એક મેગેઝીનમાં આપેલા ઇન્ટરવ્યુમાં આપ્યુ હતું

 

(12:58 pm IST)