Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

પાંચ રાજયોના તમામ પરિણામો જાહેર થવામાં મોડુ થવાની પૂરી સંભાવના

પ્રત્યેક રાઉન્ડના પરિણામની લેખિતમાં વિગતો આપવાની વાત ચૂંટણીપંચે માન્ય રાખી

નવી દિલ્હી તા.૧૦: આ વખતે ચૂંટણીના પરિણામોમાં મોડુ થઇ શકે છે. તેની પાછળ મોટુ કારણ એ માનવામાં આવી રહયું છે કે ચૂંટણી પંચે કોંગ્રેસની તે માંગ માની લીધી છે. જેમાં તેને મતની ગણતરી દરમ્યાન દરેક રાઉન્ડ પછી પરિણામની જાણકારી લેખિતમાં આપવાની વાત કહી હતી.

જણાવવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફકત મધ્યપ્રદેશમાં જ લાગું જ નહી પરંતુ રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં પણ અપનાવવામાં આવશે.

આ બાબતે ચૂંટણીપંચે શનિવારે દિલ્હીથી ત્રણ આદેશ જાહેર કરી ચુકયા છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પ્રત્યાશિયોએ આ વખતે ઇવીએમ મુદ્દા પર સવાલ ઉઠાવ્યા છે જેના પર ધ્યાન આપીને જ ચૂંટણી પંચે આ મહત્વનો નિર્ણય કર્યો છે. બતાવા માંગીએ છીએ કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ છેલ્લા ૧૫ વર્ષથી આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એ જ કારણ છે કે આ વખતે ઇવીએમ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને પરિણામ લેખિતમાં જાહેર કરવાની માંગ કરવામાં આવી છે એ જ પ્રકારે ભાજપ તરફથી એ માંગ કરવામાં આવીછે કે૧૧ ડીસેમ્બરે મતોની ગણતરી થશે.

ઉલ્લેખનીય છે કે આ વખતે મધ્યપ્રદેશમાં ચૂંટણી ખત્મ થયા બાદ રાજયભરમાંથી ઇવીએમ અંગે વિવાદની ખબરો સામે આવી. બાદમાં કોંગ્રેસ નેતાઓએ આ અંગે ચૂંટણી પંચનો દરવાજો ખટખટાવ્યો. કોંગ્રેસે ઇવીએમની સુરક્ષા અને સ્ટ્રોંગ રૂમમાં રખરખાવ અંગે પંચને ફરીયાદ નોંધાવી છે.(૧.૭)

 

(11:51 am IST)