Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

છ કંપનીઓની મૂડી ૫૪૯૧૬ કરોડ રૂપિયા ઘટી : ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉલ્લેખનીય વધારો : ટીસીએસ ફરીથી પ્રથમ

મુંબઈ, તા.૯ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૪૯૧૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ચાર કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે નુકસાન થયું છે. રિલાયન્સ ઉપરાંત આઈટીસી, એચડીએફસી બેંક, ભારતીય સ્ટેટ બેંક, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો રહ્યો છે. ટીસીએસ, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડી ૨૨૧૫૩.૨૮ કરોડ રૂપિયા ઘટીને ૭૧૮૩૧૭.૫૨ કરોડ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે આઈટીસીની માર્કેટ મૂડી ઘટીને હવે ૩૩૫૬૩૭.૦૯ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસે ફરી એકવાર પ્રથમ ક્રમાંક મેળવામાં સફળતા મેળવી છે. તેની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૯૫૧૨.૩૦ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી વધીને ૭૪૮૯૫૭.૨૩ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૬૩૫૬.૩૨ કરોડ રૂપિયા વધીને ૨૯૭૫૨૩.૮૬ કરોડ રૂપિયા થઇ ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી પણ આ ગાળા દરમિયાન વધી છે. ટોચની ૧૦ કંપનીઓમાં ટીસીએસનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ૩૦ શેર સેંસેક્સ ૫૨૧ પોઇન્ટ ઘટીને ૩૫૬૭૩ની સપાટીએ રહ્યો હતો. આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં હવે ફરીવાર જોરદાર સ્પર્ધા જામે તેવી શક્યતા દેખાઈ રહી છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ અને ટીસીએસ વચ્ચે તીવ્ર સ્પર્ધા રહેલી છે. માર્કેટ મૂડીમાં હજુ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બીજા ક્રમાંકે છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા. ૯ : શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. આરઆઇએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં ફરી એકવાર તીવ્ર સ્પર્ધા જામે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ટીસીએસ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક પર છે. માર્કેટ મૂડીમાં ઘટાડાનું  ચિત્ર નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી

૨૨૧૫૩.૨૮

૭૧૮૩૧૭.૫૨

આઈટીસી

૧૪૮૭૭.૭૫

૩૩૫૬૩૭.૦૯

એચડીએફસી

૫૧૩૯.૭૩

૩૩૫૬૧૧.૫૪

એસબીઆઈ

૭૯૮૭.૫૧

૨૪૫૭૮૩.૧૪

એચડીએફસી બેંક

૩૦૮૦.૪૭

૫૭૨૪૧૯.૪૭

આઈસીઆઈસીઆઈ

૧૬૭૭.૬૬

૨૨૬૭૬૯.૫૨

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા. ૯ : શેરબજારમાં ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૪ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો. માર્કેટ મૂડીમાં વધારાનું  ચિત્ર નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૯૫૧૨.૩૦

૭૪૮૯૫૭.૨૩

ઇન્ફોસીસ

૬૩૫૬.૩૨

૨૯૭૫૨૩.૮૬

એચયુએલ

૧૪૯૯૦.૧૯

૩૯૪૫૮૩.૦૩

કોટક મહિન્દ્રા

૯૫૧૬.૮૫

૨૪૪૫૪૮.૮૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:58 pm IST)