Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

પશ્‍ચિમ રેલ્‍વે દ્વારા ડીસેમ્‍બરથી ફેબ્રુઆરીવચ્‍ચે દોડનારી ૬ જોડી વિશેષ ટ્રેનો રદ કરી

શિયાળાના ધુમ્‍મસ વિગેરે કારણે ટ્રેન સેવા રદ

નવી દિલ્‍હી : જે યાત્રા ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે મુસાફરી કરવાનું આયોજન કરતા હો  તો આ સમાચાર તેમને માટે જ છે. પશ્ચિમ રેલવે (Western Railway)એ ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત વચ્ચેની 6 જોડી વિશેષ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. શિયાળામાં ધુમ્મસ અને અન્ય કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે રેલ્વે 668 વિશેષ ટ્રેનો શરૂ કરવા જઈ રહી છે.

 

ટ્રેનેને ડાયવર્ટ કરવામાં આવી રહી છે

ભારતીય રેલ્વેએ એમ પણ જણાવ્યું છે કે કેટલીક ટ્રેનોને રદ કરી શકાય છે અને તેને ડાયવર્ટ કરી શકાય છે કે શોર્ટ ટર્મિનેટ કરી શકાય છે. વેસ્ટર્ન રેલ્વેએ જણાવ્યું કે તેણે 1 ડિસેમ્બરથી 26 ફેબ્રુઆરી, 2022 સુધી બાંદ્રા, અમદાવાદ, વલસાડ, ઉજ્જૈનમાંથી પસાર થતી 12 ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે.

કેટલીક ટ્રેનોમાં સુવિધાઓ ઉમેરવામાં આવી

મુસાફરોની સુવિધાને પ્રોત્સાહન આપવા માટે રેલ્વેએ રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે ચાલતી ટ્રેનોમાં અસ્થાયી કોચ ઉમેર્યા છે. ઉત્તર પશ્ચિમ રેલવેએ બિકાનેર-દાદર-બીકાનેર સ્પેશિયલ ટ્રેનમાં અસ્થાયી રૂપે એક સેકન્ડ સ્લીપર ક્લાસનો વધારાનો કોચ ઉમેર્યો છે. જ્યારે એલએચબી રેકથી જયપુર-ગોમતી નગર-જયપુર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છઠ પૂજાના કારણે ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે.

નીચેની ટ્રેનો કરવામાં રદ કરાઇ છે

ટ્રેન નંબર 05068 : બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર વીકલી સ્પેશિયલ ટ્રેન, 3જી ડિસેમ્બરથી 25મી ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 05067 : ગોરખપુરથી બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ ટ્રેન, 1લી ડિસેમ્બરથી 23મી ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 09017 : બાંદ્રા ટર્મિનસથી હરિદ્વાર, વીકલી સ્પેશિયલ ટ્રેન, 1લી ડિસેમ્બર 2021થી 23 ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 09018 : હરિદ્વાર-બાંદ્રા ટર્મિનસ, વીકલી સ્પેશિયલ ટ્રેન, 2 ડિસેમ્બર 2021થી 24 ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 09403: અમદાવાદ-સુલતાનપુર, વીકલી સ્પેશિયલ ટ્રેન, 7 ડિસેમ્બરથી 22 ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 09404: સુલતાનપુર-અમદાવાદ, વીકલી સ્પેશિયલ ટ્રેન, 8 ડિસેમ્બરથી 23 ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 09407: અમદાવાદ-વારાણસી, વીકલી સ્પેશિયલ ટ્રેન, 2 ડિસેમ્બરથી 24 ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 09408: વારાણસી-અમદાવાદ, સ્પેશિયલ ટ્રેન, 4 ડિસેમ્બરથી 26 ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 09111: વલસાડ-હરિદ્વાર, વીકલી સ્પેશિયલ ટ્રેન, 7 ડિસેમ્બરથી 22 ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 09112: હરિદ્વાર-વલસાલ, વીકલી સ્પેશિયલ ટ્રેન, 8 ડિસેમ્બરથી 23 ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 04309: ઉજ્જૈન-દહેરાદૂન, વીકલી સ્પેશિયલ ટ્રેન, 2 ડિસેમ્બરથી 24 ફેબ્રુઆરી 2022 સુધી

ટ્રેન નંબર 04310: દેહરાદૂન-ઉજ્જૈન વીકલી સ્પેશિયલ ટ્રેન, 1લી ડિસેમ્બરથી 23મી ફેબ્રુઆરી 2022 સુધી

(10:49 pm IST)