Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

શેરલોક હોમ્સ નોવેલની હસ્તપ્રતનું પેજ ૩.૧૩ કરોડ રૂપિયામાં વેચાયું

અમેરિકાના સ્ટેટ ટેકસસના ડલાસમાં હેરિટેજ ઓકશન્સ દ્વારા ૨૦*૩૩ સેન્ટિમીટરનું આ પેજ એક પ્રાઇવેટ બાયરને વેચવામાં આવ્યું છે

ન્યુયોર્ક, તા.૧૦: શેરલોક હોમ્સ નોવેલ્સના દુનિયાભરમાં ચાહકો છે. હવે એની પોપ્યુલરિટીનો વધુ એક પુરાવો મળ્યો છે. શેરલોક હોમ્સ નોવેલ 'ધ હાઉન્ડ ઓફ ધ બાસ્કરવિલેસ'ની ઓરિજિનલ હસ્તપ્રતનું એક હેન્ડરિટન પેજ ૪,૨૩,૦૦૦ ડોલર (લગભગ ૩.૧૩ કરોડ રૂપિયા)માં વેચાયું છે. અમેરિકાના સ્ટેટ ટેકસસના ડલાસમાં હેરિટેજ ઓકશન્સ દ્વારા ૨૦*૩૩ સેન્ટિમીટરનું આ પેજ એક પ્રાઇવેટ બાયરને વેચવામાં આવ્યું છે.

આ પેજ સારી કન્ડિશનમાં હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના પર 'ચેપ્ટર XIII, ફિકિસંગ ધ નેટ્સ'ટાઇટલ લખવામાં આવ્યું છે. આ પેજમાં શેરલોક હોમ્સ અને ડો. વોટ્સન 'ઘાસ અને ભેજવાળી જમીન પર એક હત્યા તેમ જ  એક શકમંદની ધરપકડ કરવી જોઈએ કે નહીં' એના વિશે ચર્ચા કરતા હોવાનું લખાણ છે.

'ધ હાઉન્ડ ઓફ ધ બાસ્કરવિલેસ'ની ઓરિજિનલ હસ્તપ્રતમાં ૧૮૫ પેજ હતાં, જેમાંથી આ એક પેજ તાજેતરમાં ઊંચી કિંમતે વેચાયું હતું. વાસ્તવમાં આ બુકના વ્યાપક રીતે પબ્લિસિટી કેમ્પેનના ભાગરૂપે આ પેજ ડીલર્સને આપવામાં આવ્યું હતું.

શેરલોક હોમ્સ કેરેકટરને ક્રીએટ કરનારા બ્રિટિશ રાઇટર અને ફિઝિશ્યન સર આર્થર કોનેન ડોયલે એસિડિક પેપર પર લખ્યું હોવાને કારણે મોટા ભાગનાં પેજ નાશ પામ્યાં છે. જાણકારી અનુસાર અત્યારે માત્ર ૩૭ પેજ જ અસ્તિત્વમાં છે.

(3:53 pm IST)