Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કર્મચારીઓ માટે ખુશખબર

મોદી સરકાર પેન્શન વધારવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે

કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ લઘુત્તમ પેન્શન ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૬૦૦૦ રૂપિયા કરવાની માંગ કરી છે : સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી આ ૩૦૦૦ રૂપિયા સુધી કરી શકે છે

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સબસ્ક્રાઈબર્સને ખુશખબર આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર ટૂંક સમયમાં પીએફ ખાતાધારકોના લઘુત્ત્।મ પેન્શનની રકમ વધારી શકે છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે જેમાં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા પેન્શનની લઘુત્ત્।મ રકમ વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ લઘુત્ત્।મ પેન્શન ૧,૦૦૦ રૂપિયાથી વધારીને ૬,૦૦૦ રૂપિયા કરવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી આ ૩,૦૦૦ રૂપિયા સુધી કરી શકે છે. EPFO ના પૈસા પ્રાઈવેટ કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાના વિવાદાસ્પદ મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સાથે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે પેન્શન ફંડના વ્યાજ દર પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ લઘુત્ત્।મ પેન્શન વધારવાનો નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે EPFમાં જમા રકમ પર વર્તમાન ૮.૫ ટકા વ્યાજ દર ચાલુ રહી શકે છે. વર્તમાન વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાની શકયતા ઓછી છે. CBT ની બેઠક અગાઉ ૧૬ નવેમ્બરે યોજાવાની હતી પરંતુ બાદમાં તેને મોકૂફ રાખવામાં આવી હતીજે હવે થોડા દિવસ બાદ મળશે. બેઠકના મુદ્દાઓ અને એજન્ડા તૈયાર કરવાના હજુ બાકી છે.

CBT ની છેલ્લી બેઠક માર્ચ ૨૦૨૧માં શ્રીનગરમાં યોજાઈ હતી. CBTએ ૨૦૨૦-૨૧ માટે સભ્યોના ખાતામાં EPF થાપણો પર વાર્ષિક ૮.૫ ટકા વ્યાજ દરની ભલામણ કરી હતી. તેને નાણા મંત્રાલયે તાજેતરમાં મંજૂરી આપી છે.

જો તમે પણ PF ખાતાધારક છો તો તમારા માટે આ અગત્યના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ તેના તમામ ગ્રાહકોને ચેતવણીઓ જારી કરી છે. EPFO એ તેના ૬ કરોડ ભ્જ્ ખાતાધારકોને વ્યકિતગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા બાબતે ચેતવણી આપી છે.

કોઈપણ નોકરી શોધનાર માટે તેના પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFની રકમ સૌથી મહત્વપૂર્ણ છે. ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ રકમ સૌથી મહત્વપૂર્ણ ફંડ છે. PF પર વ્યાજ સહિત પૈસા જમા થાય છે. આ કિસ્સામાં તમારે તમારા પીએફના નાણાં વિશે અત્યંત સાવધ રહેવાની જરૂર છે.

EPFOએ તેના ખાતાધારકોને કોઈપણ ફેક કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. EPFO એ એલર્ટમાં જણાવ્યું હતું કે, EPFO કયારેય તેના ખાતાધારકોને UAN નંબર, આધાર નંબર, PAN નંબર અથવા બેંકની વિગતો માટે ફોન કોલ પર પૂછતું નથી અને ન તો EPFO તેના ખાતાધારકોને કોઈ ફોન કોલ કરે છે.

(10:18 am IST)