Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ભારત-તીબ્‍બત સંઘનાં રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પદે આનંદ વર્ધન શુકલાની વરણી

 

રાજકોટ તા. ૧૦ :.. ભારત-તિબ્‍બત સંઘનાં ગુજરાત પ્રાંતના મહિલા વિભાગના અધ્‍યક્ષ ડો. મૃણાલીનીબેન ઠાકરની યાદી મુજબ તિબ્‍બતની સ્‍વતંત્રતા હેતુ માટે સતત કાર્યરત ભારત તિબ્‍બત સંઘના રાષ્‍ટ્રીય મહાસચિવ એડવોકેટ સૌરભ સારસ્‍વતે રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ન્‍યાયમૂર્તિ જ્ઞાનસુધા મિશ્રાજીની અનુમતીથી ભારતીય પોલીસ સેવાની વરિષ્‍ઠ અધિકારી (સેવા નિવૃત) આનંદ વર્ધન શુકલાની રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ પદ ઉપર વરણી કરી છે.

ભારત તિબ્‍બત સંઘ, તિબ્‍બતની સ્‍વતંત્રતા માટે પ્રયત્‍નશીલ છે. સાથે સાથે કૈલાશ માનસરોવર મુકતી માટે કાર્યકરી રહેલ છે.

રાષ્‍ટ્રીય મહામંત્રી સૌરભ સારસ્‍વતજીએ શ્રી શુકલજીના આવવાથી સંગઠનને નવુ બળ મળશે.

આનંદ વર્ધન શુકલા રાજસ્‍થાન કેડરના અધિકારી રહી ચૂકયા છે. પોલીસ મહાનિરીક્ષક તરીકે નિવૃત થયા છે. રાજયપાલશ્રીના મદદગાર રહ્યા છે. ભારત સરકારના સંસ્‍કૃતિ મંત્રાલયમાં ડાયરેકટર જનરલ પણ રહ્યા છે. હાલમાં મેવાડ યુનિ. ચિતોડમાં પ્રો. વાઇસ ચાન્‍સેલર તરીકે કાર્યરત છે.

રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ મેજર જનરલ નિવૃત નિલેન્‍દ્રકુમાર, ઓમ પ્રકાશ ત્રિપાઠી, રાષ્‍ટ્રીય ખજાનચી, રાષ્‍ટ્રીય સચિવ સુનિલ કૌશલજી મહારાજ, ગંગોત્રી ધામના પ્રમુખ રાવલ હરીશ સેમવાલ, વિજયકુમાર ઠાકુર, ગુજરાત પ્રાંતના અધ્‍યક્ષ ભાવેશભાઇ જોષી, મહામંત્રી હિરેનભાઇ શાહ, મહિલા વિભાગ ગુજરાત પ્રાંતના અધ્‍યક્ષ ડો. મૃણાલીનીબેન ઠાકર, મહિલા વિભાગ ગુજરાત પ્રાંતના મહામંત્રી જીજ્ઞાનેબ ગામી, ડો. જે. આર. મકવાણા, એડવોકેટ નીખીલભાઇ ભટ્ટ, શ્રીમતી ડો. રીનાબેન દવે, શ્રીમતી દિવ્‍યાબેન ભટ્ટ, ડો. અર્જુન દવેએ તેમની નિમણુકને આવકારી છે. તેમ સહસંયોજક મીડીયા આઇટી વિભાગ, ગુજરાત પ્રાંત, ભારત તિબ્‍બત સંઘની યાદીમાં જણાવાયું છે.

(10:14 am IST)