Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ઉત્તરપ્રદેશની ચૂંટણીને થોડા જ મહિનાઓની વાર છે ત્યારે સમાજવાદી પાર્ટીએ પરફ્યુમ લોન્ચ કર્યુ

આ ઇત્રને તૈયાર કરાવનાર સમાજવાદી પાર્ટીના એમએલસી પુષ્પરાજ જૈન પમ્પીએ કહ્યું કે આ ઇત્રથી વર્ષ 2022માં નફરત ખતમ થઇ જશે

નવી દિલ્‍હી : ચૂંટણી પ્રચાર માટે નેતાઓ જે કંઇ પણ કરે તે ઓછું છે. હવે ઉત્તરપ્રદેશની ચૂંટણીને થોડા જ મહિનાઓની વાર છે ત્યારે સમાજવાદી પાર્ટીએ પરફ્યુમ લોન્ચ કરી દીધું છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મંગળવારે પરફ્યુમ લોન્ચ કર્યું છે. આનું નામ અપાયું છે સમાજવાદી ઇત્ર. આ ઇત્રને તૈયાર કરાવનાર સમાજવાદી પાર્ટીના એમએલસી પુષ્પરાજ જૈન પમ્પીએ કહ્યું કે આ ઇત્રથી વર્ષ 2022માં નફરત ખતમ થઇ જશે.

કન્નોજના એમએલસી પમ્પી જૈને કહ્યું કે આ ઇત્રને તૈયાર કરવામાં 2 વૈજ્ઞાનિકો કામ પર લાગ્યા હતા. ચાર મહિનાની મહેનત પછી આ તૈયાર કરવામાં આવ્યું છે. તેની ખાસ વાત એ છે કે કશ્મીરથી લઇને કન્યાકુમારી સુધીના જુદા જુદા 22 પ્રકારના ઇત્રને ભેગા કરીને તેને તૈયાર કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે આમાં સમાજવાદની સુગંધ મળશે. ભાઇચારો વધશે. કન્નોજની માટીનો પણ આમા ઉપયોગ કરવામાં આવ્યો છે.

પાછું આ અંગે રાજકીય વાત કરતા તેણે કહ્યું કે આમાં 22 ઇત્રો એટલે ભેગા કરવામાં આવ્યા છે કારણ કે હાલમાં જે નફરતની આંધી ફેલાયેલી છે તેને આ ઇત્ર ખતમ કરીને પ્રેમનો માહૌલ બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે એક બીજું ઇત્ર પણ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ ઇત્ર 2024માં લોન્ચ કરવામાં આવશે. તેને આખા દેશમાં ફેલાવવામાં આવશે. તેમણે કહ્યુ કે આ ઇત્ર જો બીજા લોકો પાસે જતું રહેશે તો તેઓ ભલે તેની સુગંધ ન બદલી શકે પરંતુ તેની બોટલ નો કલર જરૂર બદલી દેશે. પરફ્યુમની બોટલનો કલર લાલ અને લીલો રાખવામાં આવ્યો છે જે સમાજવાદી પાર્ટીના ઝંડાનો કલર છે.

અખિલેશ યાદવે આને લોન્ચ કરતા કહ્યું કે આની અસર 2002ની ચૂંટણીમાં દેખાશે. તેમણે એમ પણ કહ્યું કે નોટબંધી વખતે ભ્રષ્ટાચાર ખતમ થવાનો દાવો કરવામાં આવ્યો પરંતુ યુપીમાં તે સૌથી વધારે છે. નોટંબધીમાં લોકો કેટલી તકલીફો સહન કરવી પડી હતી પરંતુ તેના ફાયદા આજદિન સુધી ભાજપે બતાવ્યા નથી. તે હવે 5 વર્ષ વીતી ગયા તો બતાવવા જોઇએ.

(12:00 am IST)