Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

હવે ખેડૂતો ર૯મીએ ટ્રેકટર સાથે સંસદ ભવન સુધી કૂચ કરશે

ગાજીપુર અને ટીકરી બોર્ડરેથી ૧૦૦૦ ટ્રેકટરો સાથે ખેડૂતો સંસદ ભવન જશે : ખેડૂત આંદોલન વર્ષથી ચાલે છે પણ અંત આવતો નથી

નવી દિલ્‍હી :  આગામી 29 નવેમ્બરે ખેડૂતો 1000 ટ્રેકટર સાથે ગાજીપુર બોર્ડર અને ટીકરીવ બોર્ડરથી સંસદ ભવન જઈને કુચ કરવાના છે. સંયુક્ત મોર્ચા દ્વારા 9 સદસ્યોની કમિટી બનાવામાં આવી જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે સોનીપતની કંડલી બોર્ડર પાસે જે બેઠક મળી હતી તે બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 26 નવેમ્બરે ખેડૂત આંદોલનમાં ખેડૂતોની સંખ્યા પણ વધારવામાં આવશે. બાદમાં 29 નવેમ્બરે ટિકરી અને ગાઝીપુર બોર્ડરથી 500-500 ટ્રેકટર સાથે ખેડૂતો સંસદ તરફ કૂચ કરશે.

આ બેઠકમાં એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે જો ખેડૂતોને રસ્તામાં રોકવામાં આવ્યા તો તેઓ ત્યાજ બેસી જશે. સમગ્ર મામલે ખેડૂત નેતા જગજીત સિંહ દ્વારા માહિતી આપવામાં આવી જો રસ્તામાં ખેડૂતોને રોકવામાં આવશે તો તેઓ ત્યાજ બેસી જવાના છે. તો બીજી તરફ ખેડૂત નેતા ગુરનામ સિંહ આ બેઠકમાંથી નારાજ થઈને નિકળી ગયા હતા અને તેમણે મીડિયા સાથે પણ કોઈ વાત ન કરી.

ઉલ્લેખનીય છે કે ખેડૂતો કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનમાં કેટલીય વખત મહા પંચાયતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ ટ્રેકટર પરેડ કાઢી હતી ત્યારે ભારે હિંસા થઈ હતી. ત્યારે હવે તો ખેડૂતો ફરી સંસદ ભવન ખાતે ટ્રેકટરો સાથે પહોચી રહ્યા છે.

(10:07 pm IST)