Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

વિદેશી મીડિયામાં દિવસભર છવાતો રહ્યો અયોધ્‍યાનો ચુકાદો દરેકે મીડીયાએ વધુ કવરેજને મહત્‍વ આપ્‍યું

નવી દિલ્હી,  : અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદિત જમીનનો મુદ્દો ભારતમાં સદીઓથી ચાલી રહ્યો હતો, તેની પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે.

આ નિર્ણયની રાહ ન માત્ર દેશ પરંતુ દુનિયા જોઈ રહી હતી કેમ કે આ ભારતીય ઈતિહાસ અને રાજનીતિ કરતા પણ ઘણો મોટો ચુકાદો રહ્યો. દુનિયાની મોટી ન્યુઝ એજન્સીઓ, અખબારો, મીડિયાસાઈટ અને ન્યુઝ ચેનલોએ અયોધ્યા પર કવરેજ કર્યુ.

અમેરિકી અખબાર ન્યુયૉર્ક ટાઈમ્સે આ નિર્ણય પર વિસ્તારથી ન્યુઝ લખ્યા, હેડલાઈન 'Court Backs Hindus on Ayodhya, Handing Modi Victory in His Bid to Remake India' રહ્યુ. ન્યુયોર્ક ટાઈમ્સે પોતાના આર્ટિકલમાં લખ્યુ છે...

ભારતની સુપ્રીમ કોર્ટે શનિવારે એક ઘણા જૂના કેસમાં હિંદુઓના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. આ વિવાદિત સ્થળ પર મુસ્લિમો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ફોલોઅર્સ માટે દેશને સેક્યુલર પાયાથી હટાવીને હિંદુ બનાવવા તરફની મોટી જીત છે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવુ ભારતીય જનતા પાર્ટી અને અન્ય હિંદુ રાષ્ટ્રવાદીઓ માટે એક મોટુ લક્ષ્‍ય હતુ. મે માસમાં ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી પોતાનો એજન્ડા લાગુ કરવામાં લાગી ગયા છે. આ ચુકાદો મુસ્લિમોના તર્કોને દરકિનાર કરતા હિંદુઓને વિવાદિત જમીનનો અધિકાર આપે છે, જે નરેન્દ્ર મોદી માટે એક મોટી જીત છે.

પાકિસ્તાની અખબાર Dawn એ આ મામલે લખ્યુ, 'India's SC says temple to be built on disputed Ayodhya site, alternative land to be provided for mosque'.

આ લેખમા લખવામાં આવ્યુ કે ભારતના સુપ્રીમ કોર્ટે શનિવારે એક ઘણા જૂના કેસમાં વિવાદિત જમીનને હિંદુ પક્ષકારોને આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્થળે 1992માં 16મી સદીની એક મસ્જિદને હિંદુઓ દ્વારા ધ્વસ્ત કરી દેવાઈ હતી. હવે મુસ્લિમોને અલગ જમીન અપાઈ છે.

આ ત્રણ મુખ્ય અખબારો સિવાય ધ ગાર્ડિયન તેમજ અન્ય વિદેશી મીડિયા હાઉસે પણ અયોધ્યાના ચુકાદાનું કવરેજ કર્યુ અને આને નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ માટે જીત ગણાવી છે.

(2:18 pm IST)