Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

આર્થિક વિકાસદરના ઘટાડા માટે જીએસટી અને નોટબંધી જવાબદાર : રઘુરામ રાજન

હાલનો સાત ટકાનો વિકાસદર દેશની જરૂરીયાતો પર્યાપ્ત નથી

 

વોશિંગટનઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, નોટબંધી તથા જીએસટીને  કારણે છેલ્લા વર્ષે ભારતના આર્થિક વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. તેમણે ભાર આપતા કહ્યું કે, હાલનો સાત ટકાનો  વિકાસદર દેશની જરૂરીયાતો પર્યાપ્ત નથી. 

બર્કલેમાં યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં શુક્રવારે લોકોને સંબોધિત કરતા રાજને કહ્યું કે, નોટબંધી અને જીએસટી લાગૂ  થતા પહેલા ચાર વર્ષ (2012 થી 2016) સુધી ભારતન વિકાસ દરની ગતી તેજ કરી હતી.

  ફ્યૂચર ઓફ ઈન્ડિયા પર  બીજું ભટ્ટાચાર્ય વ્યાખ્યાન આપતા તેમણે કહ્યું, નોટબંધી તથા જીએસટી જેવા સતત બે ઝટકાથી ભારતના વિકાસ દર  પર ગંભીર અસર પડી છે. વિકાસ દર તે સમયે નીચે આવ્યો જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉછળતી હતી. 

(9:30 pm IST)