Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ભાજપ વિરોધી મોરચા મુદ્દે સ્ટાલીનનું સમર્થન

ચંદ્રાબાબુ નાયડુની સ્ટાલીને પ્રશંસા કરી

ચેન્નાઈ,તા. ૧૦: તેલુગુદેશમ પાર્ટીના નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ભાજપ વિરોધી મોરચા બનાવવાના પ્રયાસમાં જોરદાર રીતે લાગેલા છે. આના માટે તેઓ દેશભરમાં ફરીને ક્ષેત્રિય પાર્ટીઓના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા ભાજપની સામે મહાગઠબંધન બનાવવા માટે અનેક વિરોધી નેતા એકસાથે આવી રહ્યા છે. હવે નાયડુને તમિલનાડુની એક પાર્ટીનું સમર્થન મળી ગયું છે. નાયડુએ ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલીનના આવાસ પર જઈને તેમની સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં ડીએમકેના બીજા વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ કાનીમોઝી અને એમકે અલાગીરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ગાળા દરમિયાન સ્ટાલીને ભાજપના નેતૃત્વવાળા એનડીએની સામે વિપક્ષી પાર્ટીના મોરચાને લઈને નાયડુના પ્રયાસોનું સમર્થન કરવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશભરના ક્ષેત્રીય નેતાઓને ભાજપને સત્તાથી દુર કરવા માટે તાત્કાલિક રીતે એક સાથે આવવું જોઈએ. રાષ્ટ્રીય વિરોધી તથા બિનસાંપ્રદાયિક વિરોધી ભાજપને શાસન કરવાથી રોકવાની જરૂર છે. નાયડુ રાહુલ ગાંધીને પણ મળી ચુક્યા છે. રાહુલ ગાંધીને મળ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટાલીને પણ તમામ રાજ્યોના નેતાઓને ભાજપની સામે એકત્રિત થવા માટે અપીલ કરી હતી.

(9:21 pm IST)