Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ઈન્દિરાજી અને રાજીવે વચનો પુરા કર્યા ન હતા: કોંગ્રેસના ઘોષણાપત્ર પર ટકોર

ભોપાલ,તા. ૧૦: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિધાનસભા ચુંટણી માટે કોંગ્રેસના વચનપત્ર પર આજે પ્રહારો કર્યા હતા. શિવરાજસિંહે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય પણ તેમના વચનો પૂર્ણ કરતી નથી. શિવરાજે ઈન્દીરા ગાંધી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીએ ગરીબી દુર કરવાના વચનો આપ્યા હતા પરંતુ આ પ્રકારના વચનો હજુ પણ પુરા થયા નથી. ભાજપ સરકારે ગરીબી દુર કરવા તમામ તાકાત લગાવી દીધી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અનુપપુરમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસે જે ચુંટણી ઢંઢેરા જારી કર્યા છે તે માત્ર ચુંટણી ઢંઢેરા તરીકે જ છે. તેમાંથી કોઈ વચનો પાળતા નથી. વર્ષો જુની તેમની પરંપરા રહી છે. વચનો પાળવામાં મોદી આગળ રહ્યા છે જેથી કોંગ્રેસ પાર્ટીની ઉંઘ હરામ થઈ છે. મધ્યપ્રદેશમાં આ વખતે શિવરાજસિંહ ચૌહાણ પોતે પણ જોરદાર શાસન વિરોધી પરીબળનો સામનો કરી રહ્યા છે. ચોથી વખત સત્તામાં આવવા માટે શિવરાજસિંહને ભારે મહેનત કરવી પડે તેમ દેખાઈ રહ્યુ છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ પણ પહેલા કરતા સારી દેખાઈ રહી છે. સૌથી વધારે ફાયદો ૧૫ વર્ષથી ચાલી રહેલા શાસન વિરોધી પરીબળની રહેલી છે. આની સીધી અસર ભાજપ પર પડશે.

(9:16 pm IST)