Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પશ્ચિમ બંગાળ : નોટબંધીથી બોગસ કરેન્સીની કમર તુટી

બોગસ નોટના કેન્દ્રને તોડી પાડવામાં સફળતા : વધારે કઠોર પગલા લેવામાં આવે તેમ સુરક્ષા સંસ્થા માને છે : બોગસ નોટનો વેપાર બંધ થતા લોકો અન્યત્ર વળ્યા

Alternative text - include a link to the PDF!

નવી દિલ્હી,તા. ૧૦: નોટબંધીના કારણે અનેક લાભ સીધી રીતે થયા છે. પશ્ચિમ બંગાળમાં નોટબંધીના કારણે ફેક કરેન્સી અથવા તો નકલી ચલણના કારોબારની કમર તોડી પાડવામાં આવી છે. નોટબંધીના કારણે આના  માઠી અસર થઇ છે. નોટબંધીના કારણે બોગસ ચલણના કારોબાર સાથે જોડાયેલા લોકો હવે અન્ય કારોબારમાં જોડાઇ ગયા છે. ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી સ્મગલિંગ મારફતે લાવવામાં આવનાર ફેક ઇન્ડિયન કરેન્સી નોટ ( એફઆઇસીએન)ના આ ગઢમાં છેલ્લા વર્ષભરમાં સૌથી ઓછી માત્રામાં નકલી નોટ જપ્ત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં કાલિયાચકને દેશમાં બનાવટી નોટના કારોબારના કેન્દ્ર તરીકે ગણવામાં આવે છે. સુરક્ષા સંસ્થાઓ હજુ પણ માને છે કે કેટલાક પગલા લેવાની હજુ રણ જરૃર છે. જે નકલી નોટ આવી રહી છે તેમની ગુણવત્તા ખુબ નિરાશાજનક છે. કેટલાક સિક્યુરિટી ફિચરની નકલ તો કરી લેવામાં આવી છે પરંતુ કેમિકલ કમ્પોઝિશનનનો તોડ કરવામાં સફળતા હાથ લાગી નથી. બોર્ડર સિક્યુરિટી ફોર્સના કહેવા મુજબ નોટબંધીના બાદથી ૫૫.૬૬ લવાખ રૃપિયાની બોગસ ફેસ વેલ્યુ ધરાવતી બોગસ નોટ જપ્ત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬માં આ આંકડો ૧.૪૮ કરોડનો હતો. વર્ષ ૨૦૧૫માં આ આંકડો ૨.૬૧ કરોડનો હતો. તેમજ વર્ષ ૨૦૧૪માં આ આંકડો ૧.૮૦ કરોડનો હતો. એફાઇસીએનના મામલામાં તપાસ કરનાર કોલકત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૭માં ૧૪ લાખ, વર્ષ ૨૦૧૬માં ૫૨ લાખ, ૨૦૧૫માં એક કરોડની ફેસ વેલ્યુ ની બનાવટી  નોટ પકડાઇ છે. બંગાળમાં બનાવટી નોટના કારોબાર પર બ્રેક મુકાઇ છે બંગાળ ઉપરાંત અન્ય રાજ્યોમાં કરચોરીમાં બ્રેક છે.

(3:09 pm IST)