Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ચૂંટણીપંચે ૧૨ નવેમ્બરથી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી

નવીદિલ્હી,તા.૧૦: હકીકતમાં આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે અને એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ચૂંટણીપંચે જાહેર કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ૧૨ નવેમ્બરના દિવસના સવારના ૭ વાગ્યાથી ૭ ડિસેમ્બરના સાંજના ૫.૩૦ વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ પ્રતિબંધના પગલે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા કે પછી અન્ય માધ્યમો દ્વારા એક્ઝિટ પોલના પરિણામો જાહેર નહીં કરી શકાય. નોંધનીય છે કે છત્તીસગઢમાં ૧૨ અને ૨૦ નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી છે. આ સિવાય મધ્યપ્રદેશ અને મિઝોરમમાં ૨૮ નવેમ્બરે ચૂંટણી છે.

આ સિવાય રાજસ્થાન અને તેલંગાણામાં ૭ ડિસેમ્બરે ચૂંટણી છે. આ રાજ્યોમાં ચૂંટણી આટોપી લેવાય એના અડધા કલાક પછીના સમય સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં પોલ પેનલ દ્વારા મૂકેલા એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થાય છે ત્યાં સુધી ચૂંટણી આટોપાઈ ન જાય ત્યાં સુધી ઓપિનિયન પોલ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે. જોકે આ પ્રસ્તાવ હજી સરકાર પાસે પેન્ડિંગ છે.

(12:02 am IST)