Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

સીબીઆઈમાં આર્ટ ઓફ લિવિંગના વર્કશોપનું આયોજન, આજથી ૧૫૦ અધિકારીઓ ભાગ લેશે

નવીદિલ્હી,તા.૧૦ : છેલ્લા ઘણા સમયથી સીબીઆઈમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે એક નવા સમાચાર સામે આવ્યા છે. સીબીઆઈમાં આર્ટ ઓફ લિવિંગના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૦ નવેમ્બર ૨૦૧૮થી સીબીઆઈના દિલ્હી સ્થિત હેડક્વાર્ટરમાં આર્ટ ઓફ લિવિંગ વર્કશોપ શરૂ થશે જે ત્રણ દિવસ સુધી ચાલશે. જણાવવામાં આવી રહ્યું છે કે ૧૫૦ કરતા વધારે અધિકારીઓ આ વર્કશોપમાં સામેલ થશે.

ત્રણ દિવસ માટે 'આર્ટ ઓફ લિવિંગ'ના વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સીબીઆઈના ઈન્સપેક્ટરથી માંડીને ઈન્ચાર્જ ડિરેક્ટર સુધીના અધિકારીઓ સામેલ થવાના છે. તેનો હેતુ અધિકારીઓમાં ફરીથી પોઝિટિવ એનર્જીનો સંચાર કરવાનો છે.

સીબીઆઈના નિર્દેશક આલોક વર્મા અને વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ મોટો વિવાદ થયો હતો. સમગ્ર વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે અંતિમ સુનાવણીમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાના સામેની તપાસ બે સપ્તાહમાં પુરી કરીને તેનો રિપોર્ટ સુપ્રીમમાં રજૂ કરવા માટે સીવીસીને આદેશ આપ્યો હતો.

(2:26 pm IST)