Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

રશિયામાં તાલિબાન સાથે બેઠક મુદ્દે દેશભરમાં મચ્યો હોબાળો:સરકારે કહેવું પડ્યું અમે વાટાઘાટો કરી નથી

ભારતના બે પૂર્વ રાજદૂતને મોકલ્યા:બેઠકમાં અનેક દેશોની સાથે તાલિબાન નેતાઓએ પણ ભાગ લીધો.

નવી દિલ્હીઃરશિયામાં તાલિબાન સાથે બિનસત્તાવાર બેઠક મામલે દેશમાં હોબાળો મચી ગયા બાદ કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે મોસ્કોમાં ભારતે 'બિન આધિકારિક' તરીકે અફઘાનિસ્તાન અંગે આયોજિત બહુપક્ષીય સંમેલનમાં ભાગ લીધો હતો, જે તેની અફઘાનિસ્તાન નીતિને અનુરૂપ છે. સાથે સ્પષ્ટતા પણ કરી કે તે તાલિબાન સાથે વાટાઘાટો કરી નથી

  અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયાના મોસ્કોમાં અફઘાનિસ્તામાં શાંતિની સ્થાપના માટે શુક્રવારે આયોજિત એક બેઠકમાં ભાગ લેવા માટે ભારતના બે પૂર્વ રાજદૂતને મોકલ્યા હતા. બેઠકમાં અનેક દેશોની સાથે તાલિબાન નેતાઓએ પણ ભાગ લીધો હતો

  ભારતે બેઠકમાં 'બિન આધિકારિક' રીતે શા માટે પોતાના બે પ્રતિનિધિને મોકલ્યા, જ્યારે તેમાં તાલિબાનના પ્રતિનિધિ પણ ભાગ લઈ રહ્યા હતા. સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે, ભારત એવી કોઈ પણ શાંતિ પ્રક્રિયાની વાટાઘાટોનો ભાગ લેશે જે અફઘાન માટેની હોય, અફઘાન સ્વામિત્વવાળી હોય અને અફઘાનિસ્તાન દ્વારા નિયંત્રિત હોય.

(11:41 am IST)