Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

દેશમાં વડાપ્રધાન, ભાજપા અને તેમના ખરબપતિ મિત્રો સુરક્ષિત છે, અન્ય કોઈ સુરક્ષિત નથી : વારાણસીમાં પ્રિયંકા ગાંધીના પ્રહાર

કમાણી નથી, રોજગાર નથી, ખેડૂત ત્રસ્ત છે, નદીઓની પાસે રહેતા નિષાદ ત્રસ્ત છે, મહિલા ત્રસ્ત છે, દલિત ત્રસ્ત છે, પરંતુ બધા કહે છે કે દીદી મીડિયામાં આવે છે કે, બધુ સુરક્ષિત છે

વારાણસી :  કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારે વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં હતા. ત્યાંના જગતપુર ઈન્ટર કોલેજના મેદાન પર કિસાન ન્યાય રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ દેશમાં વડાપ્રધાન, ભાજપા અને તેમના ખરબપતિ મિત્રો જ સુરક્ષિત છે અને અન્ય કોઈ સુરક્ષિત નથી

    પ્રિયંકા ગાંધીએ કહ્યું, જ્યારે-જ્યારે હું લોકો સાથે વાત કરું છું તો એક વાત ઉભરીને આવી છે કે, અહીં કંઈ થઈ નથી રહ્યું. કમાણી નથી, રોજગાર નથી, ખેડૂત ત્રસ્ત છે, નદીઓની પાસે રહેતા નિષાદ ત્રસ્ત છે, મહિલા ત્રસ્ત છે, દલિત ત્રસ્ત છે, પરંતુ બધા કહે છે કે દીદી મીડિયામાં આવે છે કે, બધુ સુરક્ષિત છે. આ દેશમાં માત્ર બે પ્રકારના લોકો જ સુરક્ષિત છે. એક જે ભાજપા સાથે સંકળાયેલા છે અને બીજા તેમના ખરબપતિ મિત્રો. આ દેશના મજૂર સુરક્ષિત નથી, મલ્લાહ સુરક્ષિત નથી, દલિત સુરક્ષિત નથી, ગરીબ સુરક્ષિત નથી, મહિલા સુરક્ષિત નથી, આ દેશમાં માત્ર વડાપ્રધાન, તેમના મંત્રી, તેમની પાર્ટીના લોકો, જે સત્તામાં છે અને તેમના ખરબપતિ મિત્રો જ સુરક્ષિત છે

પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું, આ દેશ નષ્ટ થઈ રહ્યો છે. જેટલી પણ જાહેરાત, હોર્ડિંગ્સ લાગી રહ્યા છે, તેની પાછળ જે સત્ય છે, તે તમે જાણો છો. પરંતુ આ સત્યને બોલવાથી લોકો ડરી શા માટે રહ્યા છે. કઈ બાબતનો ડર છે. શું થઈ જશે. સમય આવી ગયો છે. ચૂંટણીની વાત નથી, હવે દેશની વાત છે. આ દેશ ભાજપા પદાધિકારીઓ, મંત્રીઓ, વડાપ્રધાનની જાગીર નથી, આ દેશ તમારો છે.

(7:39 pm IST)