Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

સેંકડો લોકો અફઘાનિસ્તાનમાંથી ભાગી છૂટવા તૈયાર બેઠા છે ત્યારે ૧૦૦ થી વધુ અફઘાન નાગરિકો સ્વેચ્છાએ ભારતથી કાબુલ જવા તૈયાર

નવી દિલ્હી : જ્યારે સેંકડો અફઘાન  નાગરિકો શક્ય તેટલી વહેલી તકે તેમના વતનમાંથી ભાગી જવાની તકની રાહ જુએ છે ત્યારે ૧૦૦ થી વધુ અફઘાનોએ તાલિબાન શાસિત પોતાના  દેશમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો.
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી ભારતમાં ફસાયેલા કુલ ૧૦૬ અફઘાન નાગરિકોએ તેમની સ્વતંત્ર ઇચ્છા પર તેમના વતન પાછા ફરવાનો નિર્ણય કર્યો છે.
એક અફઘાન રાજદ્વારીએ ધ સન્ડે એક્સપ્રેસને જણાવ્યું હતું કે, "આ અફઘાન નાગરિકો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં હતા, કારણ કે તેમની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી અને તેમની પાસે તેમના ભોજન અને રહેવા માટે પૂરતા પૈસા પણ નહોતા. તેમના નાણાકીય સહયોગીઓ ભાગી ગયા હતા."

(2:08 pm IST)