Gujarati News

Gujarati News

News of Sunday, 10th October 2021

ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ વિના ભારતની સંસ્કૃતિ અધૂરી છે : તેમના માટે આદર દાખવતો કાયદો ઘડવા અલ્હાબાદ હાઈકોર્ટની સંસદને વિનંતી : ફેસબુક પર ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ વિરુદ્ધ કથિત અશ્લીલ મેસેજ મુકનારના જામીન મંજુર કરતી વખતે નામદાર કોર્ટનો કેન્દ્ર સરકારને અનુરોધ

અલ્હાબાદ : ફેસબુક પર ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ વિરુદ્ધ કથિત અશ્લીલ મેસેજ મુકનાર સૂર્યપ્રકાશ નામક આરોપીના જામીન મંજુર કરતી વખતે અલ્હાબાદ હાઈકોર્ટએ કેન્દ્ર સરકારને અનુરોધ કરતા જણાવ્યું છે કે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને આદર આપતો કાયદો ઘડવો જરૂરી છે. કારણકે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ વિના ભારતની સંસ્કૃતિ અધૂરી છે.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કેભગવાન રામ, ભગવાન કૃષ્ણ, રામાયણ, ગીતા અને તેના લેખકો મહર્ષિ વાલ્મીકિ અને મહર્ષિ વેદ વ્યાસ દેશના વારસાનો ભાગ છે અને તેઓને ભારતીય સંસદમાં કાયદો લાવીને રાષ્ટ્રીય સન્માન આપવાની જરૂર છે .

સિંગલ જજ જસ્ટિસ શેખર કુમાર યાદવે આ અવલોકનો ફેસબુક પર ભગવાન રામ અને કૃષ્ણ વિરુદ્ધ અશ્લીલ ટિપ્પણી કરવાના આરોપી આકાશ જાટવ ઉર્ફે સૂર્ય પ્રકાશને જામીન આપતી વખતે આપ્યા હતા.આરોપી / અરજદાર દ્વારા ભારતના મહાપુરુષો, ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ વિશે કરેલી અશ્લીલ ટિપ્પણીઓ આ દેશના મોટાભાગના લોકોની આસ્થાને હાનિ પહોંચાડે છે અને તે સમાજમાં શાંતિ અને સંવાદિતાને બગાડે છે અને નિર્દોષ લોકોએ તેનું પરિણામ ભોગવવું પડશે, તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.
 

(1:06 pm IST)