Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પરમાણુ શાસ્ત્રોનો ઉપયોગ કરવો ઇસ્લામમાં હરામ: ઈરાને હથિયારો બનાવ્યા છે પરંતુ હવે તેનો ઉપયોગ કરશે નહીં

ઈરાનનાં સુપ્રીમ નેતા અયાતુલ્લાહ ખામનેઇની મોટી જાહેરાત

ઈરાનનાં સુપ્રીમ નેતા અયાતુલ્લાહ ખામનેઇએ  પરમાણુ શસ્ત્રો અંગે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈરાને પરમાણુ હથિયારો બનાવ્યા છે, પરંતુ હવે તે તેનો ઉપયોગ કરશે નહીં. ખામનેઈનાં જણાવ્યા મુજબ ઇસ્લામમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ પ્રતિબંધિત છે. ખામનેઇનાં આ નિવેદન પર લોકો ઘણી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ખામનેઈની ઓફિસથી એક વીડિયો ટ્વિટર પર મૂકવામાં આવ્યો છે. આ વીડિયોમાં, તેમને પરમાણુ હથિયારોની કેટલીક મહત્વપૂર્ણ વાતો કહેતા સાંભળી શકાય છે. ખામનેઇએ કહ્યું, 'અમે આ રસ્તે ચાલતા પહેલા થોડા પગલા લઈ શક્યા હોત, ઇસ્લામિક ચુકાદાઓ હેઠળ, અમે આ વાત પર નિશ્ચિતપણે વિશ્વાસ કરીએ છીએ અને બહાદુરીથી કહીએ છીએ કે હવે અમે આ માર્ગને અનુસરીશું નહીં.'

  તેમણે  આગળ કહ્યું, 'ઇસ્લામમાં પરમાણુ હથિયારો બનાવવાનું અને તેને એકત્રિત કરવું પ્રતિબંધિત છે.' ખામનેઇએ વધુમાં કહ્યું કે, જો અમારી પાસે પરમાણુ હથિયાર હોત, તો તે ખૂબ વાજબી હતું કે તેનો ઉપયોગ ક્યાંય પણ બંધ કરવો અશક્ય છે. ઇસ્લામનાં સિદ્ધાંતોમાં નિશ્ચિતરૂપે આ હરામ છે.'

  ઈરાન હંમેશાં એ વાતથી ઇનકાર કરતુ આવ્યુ છે કે તેની પાસે કોઈપણ પ્રકારનાં પરમાણુ હથિયાર છે. જો ઈરાનની વાત માનવામાં આવે તો તેનો પરમાણુ કાર્યક્રમ ઉર્જા ઉત્પાદન અને દવાનાં ક્ષેત્ર સાથે સંપૂર્ણ રીતે જોડાયેલો છે. ગયા વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને તે ડીલથી બહાર કર્યુ હતુ જે વર્ષ 2015 માં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનાં કાર્યકાળમાં થઇ હતી. ઓબામાનાં સમય દરમ્યાન થયેલ આ ડીલમાં પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણનેં બદલામાં ઈરાન પર લાગેલા અમુક પ્રતિબંધોમાં અમેરિકા તરફથી ઢીલ આપવામા આવી હતી.

અયતુલ્લાહ ખામનેઈ 1981 થી 1989 દરમિયાન ઈરાનનાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. હાલમાં તે ઈરાનનાં સર્વોચ્ચ નેતા છે. તે મધ્ય પૂર્વનાં કોઈપણ દેશમાં પોતાના દેશનું નેતૃત્વ કરનાર બીજા નેતા છે. આટલું જ નહીં, ઈરાનનાં શાહ મોહમ્મદ રઝા પહલાવી પછી આ સદીમાં પહેલા નેતા છે જે આટલા લાંબા સમયથી ઈરાનનાં સર્વોચ્ચ નેતા રહ્યા છે. તેમની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ખામનેઇની છ વખત ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને મોહમ્મદ રઝાનાં શાસન હેઠળ ત્રણ વર્ષ માટે દેશનિકાલ કરવામાં આવ્યો. જૂન 1981 માં તેના પર હુમલો થયો હતો અને કહેવાય છે કે આ હુમલામાં તેનો ડાબો હાથ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય થઇ ગયો છે.

(9:42 pm IST)
  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST