Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અમેરિકામાં ૧૯ વર્ષનાં ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા

સુરતનાં ૧૯ વર્ષનાં જય ચન્દ્રકાન્ત પટેલની લાશ ગોળી મારી દેવાયેલી હાલતમાં એક ગલીમાંથી મળી હતી

ન્યુયોર્ક, તા.૧૦: અમેરિકામાં  વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ગત બુધવારે ન્યૂયોર્ક સિટીમાં રહેતા મૂળ સુરતનાં ૧૯ વર્ષનાં જય ચન્દ્રકાન્ત પટેલની લાશ ગોળી મારી દેવાયેલી હાલતમાં એક ગલીમાંથી મળી હતી. પોલીસને આ ઘટના સાથે સંકળાયેલા સીસીટીવી ફૂટેજ મળ્યાં છે. પોલીસનું કહેવું છે કે જયને ગોળી મારીને તેની લાશને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવી હોવી જોઇએ. નોંધનીય છે કે જય પટેલ નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો વિદ્યાર્થી હતો.

સુરતના ઓલપાડ તાલુકના મુળદ ગામનો જય ચંદ્રકાન્ત પટેલ છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકામાં રહે છે. હત્યારાઓએ જયને છાતીમાં ગોળી મારી હતી. જે બાદ તેનાં મૃતદેહને કારમાં લઈ જઈ ફલોરલ પાર્ક કે તે જયાં રહે છે તેની પાસે ફેંકી દીધો હતો. આ સમયે પોતાના ડોગ્સ સાથે વોક પર નીકળેલી મહિલાએ લાલ રંગની ટોયોટા કારમાંથી જયનો મૃતદેહ ફેંકતા જોઇ હતી.

પોલીસને આ ઘટનાનો એક વીડિયો પણ મળી આવ્યો છે. જેમાં આરોપીએ લાલ કરલરની Toyota Camryમાં આવ્યા હોવાનું માનવું છે. આ અંગે પોલીસે કોઇની ધરપકડ કરી નથી. હાલ પોલીસ બધાની પૂછપરછ કરી રહી છે. સાથે તે સીસીટીવી ફૂટેજ પણ જોઇને તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે અમેરિકામાં અનેક ગુજરાતીઓની હત્યા લૂંટનાં ઇરાદે પણ કરવામાં આવી છે. થોડા સમય પ્રમાણે ઉત્ત્।ર ગુજરાતના કડી પાસેના ગણેશપુરાના વતની અ્ને છેલ્લા ૨૨ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા પ્રફુલભાઈ પટેલ જયોર્જિયા ખાતે એક સ્ટોરનુ સંચાલન કરતા હતા. તેમની સ્ટોરમાં લૂંટના ઈરાદે આવેલા વ્યકિતઓએ હત્યા કરી હતી.

(3:53 pm IST)