Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અવકાશયાત્રીઓ માટે અવકાશ કરતા પૃથ્વી વધારે જીવલેણ છે

અવકાશ મિશનમાં ૩૦ અવકાશયાત્રીઓ જીવ ગુમાવી ચુકયા છે

ન્યુયોર્ક,તા.૧૦: અવકાશમાં જવું એ દરેક વ્યકિતનું સ્વપ્ન હોય છે. ઘણા લોકોનું આ સપનું સાકાર થયુ છે પણ તેની પાછળ એક કાળુ સત્ય પણ છુપાયેલું છે. ૫૦ વર્ષમાં દુનિયામાંથી લગભગ ૫૫૦ લોકો અવકાશમાં જઇ ચુકયા છે. લગભગ ૩૦ અવકાશયાત્રીઓ અવકાશ મિશનની તાલીમ લેતા અથવા પ્રયત્ન કરતા પોતાનો જીવ ગુમાવી ચુકયા છે.

આમાંથી મોટાભાગના મોત કાં તો જમીન પર અથવા વાયુમંડળ એટલે કે અવકાશની માન્ય સીમાની નીચે થયા છે. આ સીમાને કરમાન રેખા કહેવામાં આવે છે , જે પૃથ્વીથી લગભગ ૧૦૦કિમીની ઉંચાઇથી શરૂ થાય છે ફકત ત્રણ અવકાશયાત્રીઓના જ મોત અવકાશમાં થયા છે.

અવકાશયાત્રાની શરૂઆત જ ઘાતક રહી હતી જાન્યુઆરી ૧૯૬૭માં રોકેટ પરિક્ષણ દરમ્યાન નાસાના એપોલો એકમમાં આગ લાગી હતી. જેમાં ગસ ગ્રિસોમ, એડ વ્હાઇટ અને રોજર ચાફીના મોત થયા હતા.

એપોલોના ૭ના લૂનર મોડયુલ પાયલોટ વોલ્ટર કનિંધામેે જણાવ્યું કે જાન્યુઆરી ૧૯૬૭માં ત્રણ અવકાશીયાત્રીઓના મોતના લગભગ દોઢ વર્ષ પછી ઓકટોબર ૧૯૬૮માં આખરે એપોલોને સફળતા મળી હતી. તેમણે પહેલા એપોલો ચાલક દળ બન્યા હતા. અમે પહેલા પરિક્ષણમાં જે ભુલો કરી હતી, તેમને સુધારી હતી. ત્યાર પછી અમને અવકાશમાં પહોંચવામાં સફળતા મળી હતી.

(3:26 pm IST)