Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કોંગ્રેસનો મંત્ર ભાગલા પાડો અને રાજ કરો, ભાજપનો મંત્ર 'સબકા સાથ સબકા વિકાસ : વડાપ્રધાન મોદી

કાર્યકર્તાઓને સંબોધતા મોદીએ કહ્યું અમે સુખ વહેંચીએ છીએ કોંગ્રેસ સમાજ વહેંચવાવાળા છે

 

નવી દિલ્હી :ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલાને લઈ કોંગ્રેસ પર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનો મંત્ર છે 'ભાગલા પાડો અને રાજ કરો, જ્યારે ભાજપનો મંત્ર  છે 'સબકા સાથ, સબકા વિકાસ'. કોઈનું નામ લીધા વગર તેમણે પણ કહ્યું કે, પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે,તો આવી વસ્તુને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

   પ્રધાનમંત્રીએ મેરા બૂથ, સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ રાયપુર, મૈસુર, ધોલપુર, દમોહ અને આગરાના બીજેપી કાર્યકર્તાઓને નરેન્દ્ર મોદી એપ દ્વારા સંબોધિત કરતા કહ્યું કે, કોંગ્રેસ આજ દીન સુધી ભાગલા પાડો અને રાજ કરો પર અમલ કર્યો છે. નાની-નાની વાતો પર લોકોને ભડકાવી ઉલ્લૂ સીધો કરવાનું કામ કર્યું છે.
તેમણે કહ્યું કે, ત્યારે બીજેપીના કાર્યકર્તાઓમાં એવો ભાવ હોય છે કે, દેશ કોઈ પણ હિસાબે વહેંચાવો ના જોઈએ. મોદીએ કહ્યું કે, બીજેપીનો મંત્ર છે સબકા સાથ, સબકા વિકાસ અને સર્વજન હિતાય, સર્વજન સુખાય.
  
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સુખ વહેંચવાથી વધે છે. આપણી સંસ્કૃતિમાં છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીને દેશની સંસ્કૃતિ સાથે કોઈ લેવા નથી. અમે સુખ વહેંચીએ છીએ, તે સમાજ વહેંચવાવાળા છે. આપણું સપનું સુખ વહેંચીને કોઈની જિંદગીમાં સુખ લાવવાનો પ્રયાસ કરવાનું . ત્યારે કોંગ્રેસનું સપનું સમાજ વહેંચીને ખુદના પરિવારનું ભલુ કરવાનું છે.

 

(12:37 am IST)