Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રિપોર્ટમાં ખુલાસો : ગીરના કેટલાક સિંહોને લાગ્યો જીવલેણ CDV વાયરસનો ચેપ

જો આમ ન થયું તો સિંહો નામશેષ થઇ જશે...

નવી દિલ્હી તા. ૮ : ICMR-NIV દ્વારા રાજય સરકારને ગીર ફોરેસ્ટમાંથી હેલ્ધી સિંહોને તાત્કાલીક અન્યત્ર ખેસડવાની સલાહ આપી છે. કેમકે ગીરના પણ કેટલાક સિંહોના સેમ્પલમાં CDV વાયરસ મળી આવતા એશિયાટિક સિંહોનું સંપૂર્ણ અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. આ વાયરસે પૂર્વ આફ્રિકામાં વસતા કુલ સિંહોના ૩૦ ટકા સિંહનો સફાયો બોલાવ્યો હતો અને આ આંકડો ૨૦૦-૩૦૦ નહીં પણ હજારોમાં હતો. જયારે સમગ્ર ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં માંડ કરીને ૪૦૦-૫૦૦ સિંહો હશે ત્યારે આ વાયરસ સમગ્ર સિંહ જાત માટે પ્રાણ ઘાતક પૂરવાર થઈ શકે છે.

વન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર ૧૨થી અત્યાર સુધીમાં ૨૩ જેટલા સિંહોના મોત થયા છે જે પૈકી ૧૧ સિંહોના મોત CDVના કારણે થયા છે. જયારે ગીરમાં રહેતા ૨૭ સિંહો પર કરવામાં આવેલ ટેસ્ટ પૈકી ૨૧ સિંહમાં CDVના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. જે બાદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ(ICMR) અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફ વિરોલોજી(NIV). ICMR દેશની ટોચની બાયોમેડિકલ રીસર્ચના ફોર્મ્યુલેશન અને કોર્ડિનેશનની દેખરેખ રાખતી સંસ્થા છે.

સંસ્થાને ગુજરાતના શક્કરબાગ ઝુ ખાતે અન્ડર ટ્રીટમેન્ટ રાખવામાં આવેલ ૨૭ સિંહોના સેમ્પલ ૬ ઓકટોબરના રોજ મોકલવામાં આવ્યા હતા. જે બાદ પૂર્ણ તપાસ પછી ટોપની મેડિકલ સંસ્થાએ કહ્યું કે, 'CDV હવા દ્વારા ફેલાતો રોગચાળો છે તેમજ આવા સિંહના સંપર્કમાં આવેલ તમામ સિંહને આ રોગ થઈ શકે છે માટે જેટલા પણ સિંહો હેલ્ધી હોય તેમને તાત્કાલીક અન્ય સ્થળે ખસેડવા જરુરી છે. તેમજ આ સિંહનો સૌથી પહેલા CDVની રસી આપી દેવી જોઈએ.'

(3:54 pm IST)