Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

મુકેશ અંબાણીએ રોજની ૧૮૮ કરોડની કમાણી કરીઃ અનિલે રોજના ૧૪ કરોડ ગુમાવ્યા

દેશના ધનકુબેરોની યાદીમાં અનિલ અંબાણી ૪પમાં ક્રમેથી ૬૮માં ક્રમે ધકેલાયા

મુંબઇ, તા. ૧૦ ફોર્બ્સ મેગેઝીનના હાલના ભારતના ૧૦૦ સૌથી અમીર લોકોનું લીસ્ટ બહાર પાડયું હતું. જેમાં ફરી એક મુકેશ અંબાણી પહેલા નંબરે રહ્યા છે. મુકેશ અંબાણી સતત ૧૧મી વાર પહેલા નંબરે રહ્યા છે પણ તેમના નાના ભાઇ અનિલ અંબાણી રેંકમાં ઉપર જવાને બદલે નીચે જતા રહ્યા છે. અનિલ અંબાણી દેશના ૪પ નંબરના સૌથી અમીર વ્યકિત હતા, પણ ર૦૧૮ના લીસ્ટમાં તે ૬૮માં નંબરે પહોંચી ગયા છે. બંને ભાઇઓની મિલકતના અંદાજીત આંકડાઓ મીડીયા પર ચાલી રહ્યા છે, જેમાં કહેવાઇ રહ્યું છે કે ગયા વર્ષે મુકેશ અંબાણીએ ગયા વર્ષે રોજના ૧૮૯.૭ કરોડ રૂપિયા પ્રતિદિનની કમાણી કરી, જયારે તેનાથી ઉલ્ટુ અનિલ અંબાણીએ રોજના ૧૪ કરોડ રૂપિયા ગુમાવ્યા.

ફોર્બ્સના લીસ્ટમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૪૭.૩ બીલીયન ડોલર બતાવવામાં આવી છે જે ભારતની કરંસી પ્રમાણે લગભગ ૩પ૧૮૮૮ કરોડ રૂપિયા થાય છે. અમીરોના લીસ્ટમાં પ્રથમ રહેતા, ગયા વર્ષે મુકેશ અંબાણીએ પોતાની સંપત્તિમાં લગભગ ૬૯૭૧૮ કરોડ રૂપિયા ઉમેર્યા. જયારે તેમના નાના ભાઇ અનિલ અંબાણીની ફુલ સંપત્તિ ઘટીને ૩.૧પ અબજ ડોલરમાંથી આ વર્ષે ર.૪૪ અબજ ડોલરે પહોંચી ગઇ હતી.ર૦૧૭ના ઇકોનોમીકસ ટાઇમ્સના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ર૦૦૬માં અંબાણી પરિવારના કારોબારનું વિભાજન થયું ત્યારે અનિલ અંબાણીની સંપત્તિ ૧૮.ર અબજ ડોલર અને મુકેશ અંબાણીની સંપત્તિ ર૦.૧ અબજ ડોલર હતી. અત્યારે મુકેશ અંબાણીની સંપત્તિ ૪૭.૩ અબજ ડોલર, જયારે અનિલ અંબાણીની સંપત્તિ ૧૮.ર અબજ ડોલરમાંથી ર.૪૪ અબજ ડોલર થઇ ગઇ છે. (૮.૪)

(11:50 am IST)