Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નવરાત્રીમાં પહેરો આ અવનવી સ્ટાઈલીશ કુર્તિ

નવરાત્રીમાં છોકરીઓ એ વિચારી વિચારને હેરાન થઇ જાય છે કે, નવરાત્રીના નવ દિવસોમાં શું પહેરવું? તમે કેટલીય વાર લેગીન્સ અને સલવાર સાથેે અનેક કુર્તિઓ ટ્રાઈ કરી હશે. પરંતુ, જો તમે જીન્સ સાથે કુર્તિ પહેરશો, તો કંઇક અલગ જ લુક મળશે. મોટાભાગે ઓફીસ અને કોલેજની છોકરીઓ સરળ કપડા પહેરવાનું પસંદ કરે છે. તેના માટે જીન્સ સાથે સ્ટાઇલીસ  કુર્તિ બેસ્ટ ઓપ્શન છે. આ આઉટફીટ કમ્ફર્ટેબલની સાથે સ્ટાઇલીશ લુક આપે  છે. તો જાણો કેટલીક એવી  ડીફરન્ટ સ્ટાઇલ કુર્તિ વિશે જે જીન્સ સાથે સારી લાગે છે. નવરાત્રીમાં દરરોજ અલગ લુક માટે તમે જીન્સ સાથે આવી કુર્તિ પહેરી શકો છો.

. આજકાલ સ્લિટ (કટવાળી) કુર્તિનો ટ્રેન્ડ ખુબ છે. બોલીવુડ હીરોહિન પણ તેને ખુબ પસંદ કરી રહે છે. સ્લિટ કુર્તિને તમે જીન્સ સાથે પહેરીને તમે સ્ટનિંગ લુક મેળવી શકો છો. હવે તમે તમારી પસંદ અનુસાર સાઇડ, મિડલ અથવા મલ્ટીપલ સ્લિટ (કટ) સ્ટાઇલ પસંદ કરી શકો છો.

. તમે ફયુઝન લુકમાં ટ્રેડીશનનો તડકો લગાવવા માટે કેડિયા કુર્તિ ટ્રાઇ કરો. કેડિયા કુર્તિ તમે ધોતી અથવા જીન્સ સાથે પહેરી શકો છો. કેડિયા કુર્તિ ગુજરાતની ટ્રેડીશ્નલ અને ડીફરન્ટ સ્ટાઇલ છે. જે તમને કલાસી લુક આપશે.

. છોકરીઓ આજકાલ એસિમિટ્રિકલ કુર્તિઓ ખુબ જ  પસંદ કરી રહી છે. તેને તમને જીન્સના કોમ્બીનેશન સાથે પહેરી તમે મોર્ડન લુક મેળવી  શકો  છો. તેને હંમેશા એંકર લેન્થ જીન્સ સાથે પહેરો.

. જો તમે ડેનિમ પસંદ હોય, તો તમે જીન્સ સાથે ડેનિમ કુર્તિ ટ્રાઇ કરો. તેનાથી તમને એલીગેન્ટ લુક મળશે.   

(10:48 am IST)