Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

દિલ્હીના ૧૬૩ ધનકુબેર પાસે રૂ. ૬,૭૮,૪૦૦ કરોડની સંપત્તિ છે

નવી દિલ્હી તા. ૧૦ : ૧૬૩ દિલ્હીવાસી ધનાઢ્યોની કુલ સંપત્ત્િ। અંગે બાર્કલેઝ હુરૂન ઈન્ડિયા રીચ લીસ્ટ ૨૦૧૮માં જણાવ્યા અનુસાર ૬,૭૮,૪૦૦ કરોડ રૂપિયાની થઈ છે, એમ મંગળવારે પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું હતું.

ધનકુબેરોની ઉકત નામાવલિમાં ભારતમાં ૧૦૦૦ કરોડ રૂપિયા કે તેનાથી વધારેની નેટ વર્થ ધરાવતા સર્વાધિક સમૃદ્ઘ વ્યકિતઓ અંગે જણાવવામાં આવ્યું હોય છે. તેમાં જણાવ્યા મુજબ શહેરોની બાબતમાં મુંબઈ સમૃદ્ઘ અને વિખ્યાત લોકો માટે કેન્દ્ર છે. તે અનુસાર ૨૩૩ લોકો મુંબઈના છે.

જયારે નવી દિલ્હીના ૧૬૩ તથા બેંગલુરુના ૬૯ લોકોનાં નામ ઉકત યાદીમાં ઝળકયા હતા. દરમિયાન બધી બાબતોનો સમાવેશ કરતી કુલ યાદીમાં ૮૩૧ સુપરશ્રીમંતની યાદીમાં ૩.૭૧ ટ્રિલ્યન રૂપિયાની નેટવર્થ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્ય મૂકેશ અંબાણીનું નામ ટોચ પર હતું. ટોચના ૧૦ જણની યાદીમાં માત્ર બે મહિલાના નામ હતા. (૨૧.૫)

(10:47 am IST)