Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જિયોએ લાવેલા મોબાઈલ યુઝર્સના 'અચ્છે દિન' થશે સમાપ્ત ? મોબાઇલ રીચાર્જના દર વધી શકે

ભાડા વધવાની સંભાવના સાથે મફત ડેટા વપરાશનો પણ આવશે અંત

 

નવી દિલ્હી :ટેલિકોમ સેક્ટરમાં જબરી હલચલ જોવાઈ છે છેલ્લા ત્રણ મહિનાથી દરેક મોબાઇલ કંપનીના રીચાર્જના ભાડા એકસરખા જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક ઉદ્યોગ એક્સીક્યુટીવ અને નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આગામી થોડા મહિનાઓમાં ભાડા વધવાની સંભાવના જણાઇ રહી છે. કારણે ગત બે વર્ષથી ભારતીય ટેલિકોમ સેક્ટરમાં જે કિમ્મતો જોવા મળી રહી છે તેમાં ફેરફાર થશે એવું લાગી રહ્યું છે.

 

  આગામી મહિનાઓમાં મોબાઇલના દરોમાં ફેરફાર થઈ શકે તેવું હાલની માર્કેટની સ્થિતિ જોતા જણાઇ રહ્યું છે.જાન્યુઆરી મહિનાથી રિલાયન્સ જિયો ઇન્ફોકોમે તેના મોબાઇલ રીચાર્જના ભાવમાં કોઇ પ્રકારનો ફેરફાર કર્યો નથી. જ્યારે વર્ષ 2016ના સપ્ટેમ્બર મહિનામાં રિલાયન્સ જિયોની મોબાઇલના માર્કેટમા આક્રમક એન્ટ્રી થઇ હતી ત્યારથી હવે તેમાં તેના દરોમાં ફેરફાર અનિવાર્ય જણાઇ રહ્યા છે. કારણકે મોબાઇલ ગ્રાહકોને જાળવી રાખવા અને મોબાઇલની વોઇસ તેમજ ડેટા સર્વિસના વપરાશને પણ જાળવી રાખવા જરૂરી બનશે.

  કારણે સબ્સક્રાઇબર્સને ફાયદો થયો હતો પણ ભારતના જૂના મોબાઇલ ફોન કંપનીને ફટકો પડ્યો હતો. મોબાઇલ કંપનીના કિમ્મતના યુધ્ધમાં કેટલીક નાની કંપની ટકી શકી નહીં અને તેના કારણે મોબાઇલ ક્ષેત્રના ત્રણ મોટા પ્રાઇવેટ સેક્ટર એકત્રિત થયા કે જે વોડાફોન, આઇડિયા અને ભારતી એયરટેલનો સમાવેશ થાય છે. સાથે કંપનીઓએ સમયની સાથે પ્રાઇસ પાવર પરત કરવા માટેનું એક યોગ્ય માર્કેટની પરિસ્થિતિનું નિર્માણ કર્યું. વોડાફોન આઇડિયા, ભારતી એયરટેલ અવે જિયો પ્રશ્નોના ઉત્તર નહોતા આપતા.

  હાલ રૂપિયો નબળો પડ્યો છે અને તેના કારણે મોબાઇલના ડેટાની કિમ્મતમાં વધારો થવાની સંભાવના જણાઇ રહી છે. મોબાઇલ ડેટા યુઝર્સ અત્યારસુધી જે મફતમાં જે ડેટાનો વપરાશ કરી રહ્યા હતા તેનો હવે અંત આવી શકે છે. આગામી મહિનાઓમાં મોબાઇવ ડેટાના ભાવ વધી શકે છે. અને જિયો આવ્યા બાદ અન્ય કંપનીઓને પણ વિવિધ પ્રકારની ઓફર્સ આપવા માટે ખેંચાવુ પડ્યું હતું. કારણકે તેઓને પણ આખરે મોબાઇલ કસ્ટમર્સ સાચવવાના હોય છે. માટે હવે જિયો અને અન્ય મોબાઇલ કંપનીઓના તમામ પ્લાનમાં ફેરફાર થવાની સંભાવના છે. કારણકે મોબાઇલ કંપનીઓ જો દરમાં વધારો કરશે તો સાથે તેઓ સર્વિસની ગુણવત્તામાં સુધારો કરશે અને સાથે વોઇસ અને ડેટાના વપરાશમાં પણ વધારો કરી શકે છે.

(12:00 am IST)