Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

ગુજરાત હવે પરિવર્તન ઈચ્છે છે. મનીષ સિસોદિયા જલ્દી જ ગુજરાતમાં યાત્રા યોજશે: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ સોમવાર અને મંગળવાર એમ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાત લેશે

નવી દિલ્હી :દિલ્હી બાદ પંજાબમાં પણ સત્તા પર આવેલી આમ આદમી પાર્ટી હવે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સત્તા મેળવવા માટે કમર કસી રહી છે. ચૂંટણી નજીક આવવાની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સક્રિયતા પણ વધી રહી છે.તેના અનુસંધાને દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક આગામી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાત લેશે.

આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં પોતાના 29 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે.

આ સાથે જ કેજરીવાલે મનીષ સિસોદિયાના ગુજરાત પ્રવાસની પણ જાહેરાત કરી છે. તેમણે લખ્યું હતું કે, 'ગુજરાત હવે પરિવર્તન ઈચ્છે છે. મનીષ સિસોદિયાજી જલ્દી જ ગુજરાતમાં યાત્રા યોજશે. બસ હવે પરિવર્તન જોઈએ.'

ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે પોતાના તાજેતરના ગુજરાત પ્રવાસો દરમિયાન 2 લાખ રૂપિયા સુધીના કૃષિ ઋણની માફી, ખેડૂતોને દિવસે વીજળીની સુવિધા, એમએસપી તંત્ર બનાવવા સહિતના વચનો આપ્યા હતા. તે સિવાય 300 યુનિટ સુધી ફ્રી વીજળી, 3 હજાર રૂપિયાના બેરોજગારી ભથ્થા, 10 લાખ સરકારી નોકરીઓ સહિતના વચનો પણ આપ્યા હતા

(11:09 pm IST)