Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

શેમારૂમી પર વાજતે ગાજતે આવી ગઈ છે થિયેટરમાં દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મેળવી ચૂકેલી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ : થઈ જાવ ખડખડાટ હસવા માટે તૈયાર

પ્રેમ સંબંધોના તાણાવાણાની સાથે એક ઉમદા મેસેજને રજુ કરતી આ ફિલ્મ દર્શકો માટે ચોક્કસ એક ટ્રીટ સમાન : 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ એટ્લે શેમારૂમી

અમદાવાદ : ગુજરાતી દર્શકોને હંમેશા સારું કન્ટેન્ટ આપવા માટે પ્રખ્યાત શેમારૂમી પર આ વખતે ગુજરાતી ફિલ્મોના સ્ટાર મલ્હાર ઠાકરની નવી ફિલ્મ લઈને આવ્યું છે. શેમારૂમી પર મલ્હાર ઠાકરની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’નું ડિજિટલ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. શેમારૂમી પર આગામી ગુરુવાર એટલે કે 6 સપ્ટેમ્બરથી ‘વિકીડાનો વરઘોડો’ નીકળી ગયો છે. થિયેટરમાં દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મેળવી ચૂકેલી આ ફિલ્મ તમને ખડખડાટ હસાવવા માટે તૈયાર છે.

ફિલ્મમાં વિકીના સ્કૂલ-કોલેજ અને યુવાનીના સમયની પ્રેમકથા દર્શાવાઈ છે. જીવનના જુદા જુદા ત્રણેય તબક્કામાં વિકીના જીવનમાં ત્રણ અલગ-અલગ યુવતી આવે છે. વિકીને સ્કૂલમાં અને કોલેજમાં પ્રેમ થાય છે. પરંતુ ક્યારેક દ્રાક્ષ ખાટી નીકળે છે કે, તો ક્યારેક લવસ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે. આખરે વિકી લગ્ન કરવા તૈયાર થાય છે, ત્યારે જ વિકીની એક્સ ગર્લફ્રેન્ડ્ઝ સીધી જ લગ્નસ્થળે આવે છે, અને વિકી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવે છે. હવે વિકી માટે સવાલ એ છે કે લગ્ન કોની સાથે કરવા? વિકીની કોમેડી ડિફિકલ્ટ સિચ્યુએશન, પ્રેમ સંબંધોના તાણાવાણાની સાથે એક ઉમદા મેસેજને રજુ કરતી આ ફિલ્મ દર્શકો માટે ચોક્કસ એક ટ્રીટ સમાન છે.

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

(10:30 pm IST)