Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

સરકારી વકીલો માટેની ભરતી પરીક્ષા મરાઠી ભાષામાં પણ લેવા બોમ્બે હાઇકોર્ટનો મહારાષ્ટ્ર સરકારને આદેશ : હાલમાં માત્ર અંગ્રેજી ભાષામાં જ પરીક્ષા લેવાય છે : આવતીકાલ 11 સપ્ટેમ્બરે યોજાનારી પરીક્ષા માત્ર અંગ્રેજી ભાષામાં જ લેવામાં આવશે : નામદાર કોર્ટની ચોખવટ

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો કે રાજ્યમાં સરકારી વકીલોની ભરતી માટેની પરીક્ષાઓ મરાઠી ભાષામાં પણ લેવામાં આવે [પ્રતાપ પ્રકાશ જાધવ વિ મહારાષ્ટ્ર રાજ્ય અને એનઆર.] પરીક્ષા હાલમાં અંગ્રેજીમાં જ લેવામાં આવે છે

આ નિયમ આગામી પરીક્ષાથી લાગુ થશે અને આવતીકાલ 11 સપ્ટેમ્બરે યોજાનારી પરીક્ષાને લાગુ નહીં પડે . તેવી ચોખવટ નામદાર કોર્ટે કરી હતી.

જસ્ટિસ એસવી ગંગાપુરવાલા અને આરએન લદ્દાખની ડિવિઝન બેન્ચે એ પણ નોંધ્યું હતું કે કોર્ટે 12 વર્ષ પહેલાં રાજ્યમાં ગૌણ ન્યાયિક અધિકારીઓ માટેની પરીક્ષા મરાઠીમાં પણ યોજવા માટે નિર્દેશો જારી કર્યા હોવા છતાં, સરકારે તેનું પાલન કર્યું ન હતું.

"બાર વર્ષ વીતી ગયા. તે સમજી શકાતું નથી કે 12 વર્ષ પછી પણ, સરકાર હજી પણ મરાઠી ભાષામાં ઉત્તરપત્રોનું મૂલ્યાંકન કરવા માટે પરીક્ષકોની શોધ કરી રહી છે,તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)