Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઇરાક: કરબલામાં મહોર્રમનાં જુલુસમાં ભાગદોડ: 31 લોકોનાં મોત: 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત

જુલૂસ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ભાગદોડ : ટોળું બેકાબૂ બન્યુ

ઇરાકનાં કરબલા શહેરનાં અગ્રણી ધર્મસ્થળ પર ભાગદોડ દરમિયાન અનેક શિયા શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. મહોર્રમ પર્વ દરમિયાન થયેલી આ દુર્ઘટનામાં મૃત્તકોની સંખ્યા 31 છે, તેમજ અનેક લોકો ભાગદોડ દરમિયાન ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં અંદાજીત 100 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

શ્રદ્ધાળુઓ આશુરાનાં દિવસે જુલૂસ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ભાગદોડ મચી ગઇ હતી અને ટોળું બેકાબૂ બન્યુ હતું. મહોર્રમનાં દિવસે હજારો લોકો આ પવિત્ર શહેરમાં દર્શનાર્થે આવી પહોંચે છે. જે જગ્યાએ આ ઘટના બની છે. તે ઇરાકનાં પાટનગર બગદાદથી 80 કિલોમીટરનાં અંતરે આવેલું છે.

(9:55 pm IST)