Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જમ્મુ કાશ્મીર ઉલ્લેખની ભારતે દર્શાવેલી આપત્તિ

પાક-ચીન નિવેદન સામે વિરોધ

નવી દિલ્હી, તા.૧૦ : ભારતે આજે ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં જમ્મુ કાશ્મીરના કરવામાં આવેલા ઉલ્લેખનો જોરદારરીતે વાંધો ઉઠાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રી વાંગની પાકિસ્તાનની યાત્રા બાદ સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંગે પણ વાત કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત દ્વારા જોરદારરીતે આનો વિરોધ કરવામાં આવે છે. પ્રદેશમાં યથાસ્થિતિને બદલી નાંખવા માટે જો કોઇ દેશ દ્વારા તે પગલાનો વિરોધ કરવામાં આવે છે ત્યારે ભારત જોરદારરીતે વિરોધ કરે છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે છે.

બીજી બાજુ ભારતે ચીન-પાકિસ્તાનના પ્રોજેક્ટને લઇને પણ વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની સામે ભારતે જોરદારરીતે વાંધો ઉઠાવીન ેકહ્યું છે કે, આ સંદર્ભમાં વિચારણા કરવાની જરૂર છે. આ પ્રકારના મામલા રોકાઈ જવા જોઇએ.

(7:49 pm IST)