Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સોના, ચાંદીના ભાવમાં ધટાડો નોંધાયો

વિદેશી બજારમાં સોનાના ભાવમાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે ૧૫૬૬ ડોલર પ્રતિ ઔંસની છ વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોચેલા સોનાના ભાવ એ પછી સતત ગબડી રહ્યા છે. સોનાના ભાવમાં ગત બુધવારે એક જ દિવસમાં છ વર્ષનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો એ પછી બે દિવસ સુધી ભાવ ૧૫૦૦ ડોલર ઉપર રહેવા પ્રયત્ન કરી રહ્યા હતા જે સોમવારે મોડી સાંજે નિષ્ફળ રહ્યા છે.વૈશ્વિક બજારમાં હાજરમાં સોનાનો ભાવ સોમવારે ૧૪૯૭.૬૫ ડોલરની સપાટીએ બંધ આવ્યો હતો જે મંગળવારે અત્યારે ૧૪૯૦.૧૫ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ છે.ભારતમાં હાજર બજારમાં સોમવારે સોનાનો ભાવ મુંબઈ ખાતે ૯૯૯ ટચ સોનું રૂ.૩૯,૫૬૦ પ્રતિ ૧૦ ગ્રામ અને અમદાવાદ ખાતે રૂ.૩૯,૬૬૫ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું જયારે ચાંદીનો હાજરમાં ભાવ મુંબઈ ખાતે રૂ.૪૮,૭૯૦ અને અમદાવાદ ખાતે વધી રૂ.૪૮,૯૨૦ પ્રતિ કિલો હતો. ન્યૂયોર્કમાં કોમેકસ ડિસેમ્બર ગોલ્ડ વાયદો સોમવારે ૧૫૧૧.૧૦ની સપાટીએ બંધ આવ્યો હતો જે આજે ૧૫૦૬.૭૫ ખુલી અત્યારે ૧૪૯૮.૩૫ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ છે જે ૧૨ ડોલરનો દ્યટાડો સૂચવે છે. ચાંદીના ભાવમાં પણ દ્યટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો વાયદો સોમવારના ૧૮.૧૬૭ની બંધ સપાટી સામે અત્યારે ૧૭.૯૪૮ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ છે જે ૧.૨૧ ટકાનો દ્યટાડો દર્શાવે છે.એમસીએકસ ઉપર સોમવારે સાંજના સત્રમાં સોનાનો વાયદો રૂ.૮૧ દ્યટી ૩૮,૪૭૨ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદીનો વાયદો રૂ.૧૪૪ દ્યટી રૂ.૪૭,૭૪૧ ઉપર બંધ આવ્યો હતો.  ઘટાડાનું કારણ અમેરીકા-ચીન વચ્ચેની ટ્રેડવોરમાં શાંતિ  મંત્રણા કેન્દ્ર સ્થાને છે.

(4:07 pm IST)