Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

બેટરી ખત્મ થતી જાય છે સાથોસાથ વિક્રમ લેન્ડર સાથે સંપર્કની આશા તુટતી જાય છે

બેંગ્લુરૂ : ચંદ્રયાનના દક્ષિણ ધ્રુવ પર પડેલુ ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાની ઈસરોની વૈજ્ઞાનિકો ભરપૂર કોશિષ કરી રહ્યા છે પણ વીતી રહેલી દરેક પળો સાથે તેમની આશા નબળી થઇ રહી છે.

સોફટ લેન્ડીંગની પ્રોસેસમાં ૧૦૦ ટકા કામયાબી ન મળ્યા પછી લગભગ ૩ દિવસો વીતી ચુકયા છે. અત્યાર સુધી વિક્રમ તરફથી કોઇ સિગ્નલ નથી મળ્યા. વૈજ્ઞાનિકો અનુસાર, સમય વિતવાની સાથે સાથે વિક્રમની બેટરી લગભગ પુરી થઇ ગઇ હશે. બેટરી ચાર્જ કરવાનુ તેના માટે એક માત્ર સાધન છે. સૌર પેનલ ૧૪૭૧ કિલો વજનના વિક્રમની સૌર પેનલો એવી રીતે ડીઝાઇન કરવામાં આવી છે કે તે ૬૫૦ વોટ વીજળીનું ઉત્પાદન કરે પણ સમય ગુજરવા સાથે જ બેટરી પુરી થવાથી અને તેને ચાર્જ કરવાનો બીજો કોઇ ઉપાય ન હોવાને કારણે લેન્ડર લગભગ ડેડ થવાની અણી પર છે. લેન્ડરની ડીઝાઇન એ રીતે કરાઇ હતી અને તેમાં સંચાર પ્રણાલી એવી લગાવાઇ હતી કે તે ચંદ્રની ધરતી પરથી સીધો બેંગ્લોરના બ્યાલાલુ ખાતે આવેલ ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક સાથે સંપર્ક કરી શકે

સુત્રોનુ કહેવુ છે કે લેન્ડર આખરી પળોમાં અત્યંત તીવ્ર ગતિથી ચંદ્રની સપાટી પર ઉતર્યુ હતુ. આ અનિયમિત ગતિ જ સોફટ લેન્ડીંગના રાહમાં મળેલી નિષ્ફળતાના દરેક પાસાઓ ઉંડાણપૂર્વક ચકાસી રહ્યા છે. આ અઠવાડીયે જ  ઈસરો ટેલીમેટ્રીક ટ્રેડીંગ અને કમાન્ડ નેટવર્ક વચ્ચે મીટીંગ પણ થવાની છે.

(3:21 pm IST)