Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઉનાના ડો.કૃપા દેસાઇ રપ લાખ જીતી ગયા

૧૪ પ્રશ્નોના જવાબો આપ્યાઃ 'કૌન બનેગા કરોડપતિ'ના આજના એપિસોડમાં ચમકશે

ઉના તા. ૧૦ : ઉનાના ડોકટર કૃપા દેસાઇ કોન બનેગા કરોડપતિમાં હોટ સીટ ઉપર ૧૪ પ્રશ્નોના સાચા જવાબ આપી વિજેતા થયેલ છે. જે આજે તા.૧૦ ને મંગળવારના એપી સોડમાં ચમકશે.

હાઇસ્કુલના શિક્ષક મેહુલભાઇ દેશાઇ ત્થા શિશુ ભારતીય માધ્યમિક શાળાના શિક્ષિકા પ્રિતિબેન દેશાઇની દિકરી અને દેલવાડા સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા ડોકટર કૃપા દેશાઇએ સોનીટીવી ઉપર આવતી કોન બનેગા કરોડ પતિની સીઝન ૧૦માં સિલેકટ થયા હતા અને હોટ સીટ ઉપર મહાનાયક અમિતાભબચ્ચન સામે બેસી આસાનીથી ૧૪ પ્રશ્નોના સાચા જવાબ આપી રૂ.રપ લાખ રકમ જીતી ગયા હતા તેમનો આ એપીસોડ તા.૧૦ ને મંગળવારે ૯ વાગ્યે આવશે ડો. કૃપા દેસાઇ ઉના શહેરની પ્રથમ ર્સ્પધક બનશે જે રપ લાખ સુધી પહોંચી છે. તેમણે સમગ્ર મહિલા સમાજ અને ઉના-ગીરસોમનાથ જીલ્લાનું ગૌરવ વધાયું છે.

 

(10:40 am IST)