Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

LoC પર ભારતીય સેનાની મોટી કાર્યવાહીઃલીપા વૈલીમાં આતંકવાદીઓના લોન્ચિંગ પેડને ઉડાડી દેવાયું

LoC પર ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા ગોળીબારનો ઝડબાતોડ જવાબ આપ્યો હતો

નવી દિલ્હી, તા.૧૦: LoC પર ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવતા ગોળીબારનો ઝડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ લીપા વૈલીમાં આવેલા આતંકવાદીઓના લોન્ચિંગ પેડને ઉડાડી દીધું હતું  આવી રીતે ભારતીય સેનાએ પાકિસ્તાની બેટ સ્કોડ દ્વારા સરહદ પર કુપવાડામાં આવેલા કેરન સેકરમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો હતો. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું છે. પાકિસ્તાન સરહદ પર વારંવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

જૈશ-એ-મહોમ્મદના આતંકવાદીઓ સમુદ્રના રસ્તાથી ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં રહેલા છે. ગુપ્ત એજન્સીના સૂત્રો દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા માટે મળ્યું છે કે જૈશના ૫૦ આંતકવાદીઓનના ગ્રુપને પાકિસ્તાનમાં 'ડીપ સી ડાઇવિંગ' ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ આતંકવાદીઓને સમુદ્રમાં રહેલી ભારતીય સેના સામે હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

BSFના આ રિપોર્ટને સર્દન કમાન્ડમાં મોકલવામાં આવી છે. સૂચના પર જનરલ સૈનીએ કહ્યું, દુશ્મનના ઇરાદાઓને સફળ થવા દઈશું નહિ. વર્ષ ૨૦૦૮માં આતંકવાદીઓ સમુદ્રના રસ્તે ભારતના મુંબઈમાં ઘુસ્યા હતા અને મોટી ઘટનાને અંજામ આપવા માટે સફળ રહ્યા હતા. ત્યારબાદ ભારતીય સેના હવે દરિયાઈ માર્ગો પર પણ એલર્ટ થઇ ગઈ છે.(૨૩.૪)

(10:01 am IST)