Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રૂપિયો રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ સરકતા મોંઘવારી વધવાના એંધાણ

રૂપિયો નબળો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થશે

નવી દિલ્હી :સોમવારે માર્કેટ ખુલતાની સાથે ડોલરની સરખાણીએ રૂપિયામાં નરમાશ જોવા મળી છે. રેકોર્ડ બ્રેક સપાટીના નિચલા સતરે રૂપિયો પહોંચતા દેશમાં મોંઘવારીના ભણકારા સંભળાઈ રહ્યા છે. રૂપિયો આજે 72.50 રૂપિયાની સપાટીએ પહોચ્યો છે. રૂપિયામાં આવી રહેલી નબળાઈના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજી પણ વધારો થવાની સંભાવાના છે

રૂપિયામાં નરમાશ આવતા ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. રૂપિયો નબળો પડતા દેશમાં મોંઘવારી વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

(9:48 pm IST)