Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

કંકોત્રી અને કાર્ડની ડિઝાઇનીંગનું કામ કરતા કરતા નકલી નોટ છાપવા લાગ્યોઃ ઉત્તરપ્રદેશમાં નકલી નોટ છાપતા ૨ ઝડપાયા

લખનૌઃ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ નકલી નોટ છાપનારા એક ગ્રુપના બે સદસ્યોની ધરપકડ કરીને હજારો રૂપિયાની નકલી નોટ અને સ્કેનર તથા પ્રિન્ટર જપ્ત કર્યા છે. એસટીએફના સૂત્રોએ જણાવ્યું કે શનિવારે સૂચના મળવા પર એસટીએફની એક ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો અને દેશરાજ યાદવ અને રામરતન શર્મા નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

પોલીસને તેમની પાસેથી 8700 રૂપિયાની નકલી કરન્સી નોટો, 336 અડધી પ્રિન્ટ થયેલી નોટો, ત્રણ મોબાઈલ ફોન, એક પ્રિન્ટર તથા સ્કેનર વગેરે વસ્તુઓ મળી આવી હતી. આરોપી અભિયુક્ત દેશરાજે પૂછપરછમાં એસટીએફને જણાવ્યું કે તે પહેલા કાર્ડ છાપવાના પ્રેસમાં કંકોત્રી તથા અન્ય કાર્ડની ડિઝાઈનિંગનું કામ કરતો હતો.

કાર્ડ છાપવા દરમિયાન તેને નકલી નોટો તૈયાર કરીને તેને છાપવાની રીત વિશે જાણ થઈ. તે એક વર્ષથી પ્રકારની નોટો છાપીને બજારમાં તેને ચલાવી રહ્યો હતો. એસટીએફ મુજબ બંને આરોપીઓેએ કબૂલ્યું છે કે તેઓ અત્યાર સુધીમાં 9 લાખ રૂપિયાની નકલી નોટો છાપીને રાજ્યામાં વિભિન્ન જિલ્લાઓમાં તેને વાપરી ચૂક્યા છે.

આટલું નહીં પૂછપરછમાં બંનેએ જણાવ્યું કે તેના કામમાં બારાબંકીના નિવાસી ઉદય શર્મા અને દિનેશ શર્મા પણ શામેલ છે. હવે એટીએફના જવાનોએ મદદગારોની શોધખોળ શરૂ કરી દીધી છે. તો ધરપકડ કરાયેલા બંને શખસો વિરુદ્ધ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે.

(5:37 pm IST)